ઇન્ટરનેશનલ બીટુબી મીટ અને એક્ઝિબિશનનું જાજરમાન આયોજન આવતીકાલે છેલ્લે દિવસ
એસવીયુએમ ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય બીટુબી મીટ અને એકિઝબીશનનું તા.૩ સુધી આયોજન એનએસઆઇસી ગ્રાઉન્ડ, આજી વસાવત, ૮૦ ફુટ રોડ અમૃલ સર્કલ ખાતે કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વિદેશીમાં હરણફાળ ભરાવવા પ્રયાસ થયો છે.એસયુવીએમ-૨૦૧૮ નું આયોજન પરાગ તેજુરા અને એમની ટીમ દ્વારા વેપાર જગત વિકસે અને દેશીમેળો અને વિદેશી વેપારના કન્સેપ્ટ સાથે આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રના ઉત્પાદકોને માકેટીંગ થાય સાથે બીઝનેસનું વિદેશના ઉઘોગપતિઓ સાથે આદાન પ્રદાન થાય તે હેતુથી કરાયું હતું. જેનું ઉદધાટન રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, એમએલએ ગોવિંદભાઇ પટેલ, પરાગ તેજુરા અને યુગાન્ડા અફઘાનિસ્તાન વગેરે જેવા દેશોના બીઝનેસ સાહસીકો દ્વારા કરાયું હતું.
અબતક સાથેની વાતચીત દરમિયાન એમએલએ ગોવિંદભાઇ પટેલએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મંડળ મારફતે દર વર્ષે રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉત્પાદકોને માકેટીંગ મળે નવો બીઝનેસ મળે વિદેશના લોકોનું માર્કેટ મળે, વિદેશના લોકોને સ્ટોલ અહી રાખી બોલાવી, એક બીજાના લોકોને સ્ટોલ અહી રાખી બોલાવી એક બીજાના ઉઘોગનું આદાન પ્રદાન થાય એ હેતુસર તેજુરાજી અને એમનું ગ્રુપ સારો પ્રયાસ કરી રહ્યા છે.
આજે આપણે જોઇએ છીએ કે રાજકોટ એન્જીન ઉઘોગનું એક વખતનું ધબધબતુ શહેર હતું. મીની જાપાન તરીકે ઓળખાતુ હતું. આજે ઓઇલ ઉઘોગ, એન્જીન ઉઘોગ જેમ જેમ ભાંગતો ગયો તેમ જ નવા નવા ઉઘોગોને સ્થાન મળતું ગયું રાજકોટની અંદર આજે એવા ઉઘોગ છે કે જે જર્મનીમાં હોય તેવા પાર્ટસ બનાવી રહ્યું છે. રાજકોટની ઉઘોગકારોની સ્કીલ લોહીની અંદર પડેલી છે
તો વધારે તે વધારે એ તો ઉપયોગ થાય સાથે સ્પાટપ પોલીસી છે એના મારફત નવા ઉઘોગ સાહસિકો અને વિવિધ ક્ષેત્રની અંદર કાબિલીયત ધરાવે છે. એવા લોકોને પણ કેન્દ્ર સરકાર તરફથી લોનની સહાયતા મળે અને આગામી દિવસોમાં અહીંયા જેમના સ્ટોલ છે એમને વધુમાં વધુ કામ મળી રહે અને સૌરાષ્ટ્રમાં ઉઘોગ ધમધમતા થાય તેવી શુભકામના પાઠવું છું.
મેયર બીનાબેન આચાર્યએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મંડળ દ્વારા જે ઉઘોગનું ઉદધાટન થઇ રહ્યું છે. સાથો સાથ જે સૌરાષ્ટ્રના નવા ઉઘોગોને તક મળી છે અને એમાં પણ વધુ આગળ વધે તેમાં પરાગભાઇ અને મહેશભાઇની ટીમને શુભેચ્છા પાઠવું છું. સાથે સૌરાષ્ટ્રમાં પુરાદેશમાંથી જુદી જુદી કંપનીઓ સાથે છે અને મુલાકાત લેવાના છે. તો સૌરાષ્ટ્રના ઉઘોગને પ્રોત્સાહન મળશે અને વધુમાં વધુ આવી શકો અહીંના લોકોને મળે તે માટે શુભેચ્છા પાઠવું છે.અબતક સાથેની વાતચીત દરમિયાન એસયુવીએમ-૨૦૧૮ ના આયોજક પરાગ તેજુરાએ જણાવ્યું હતું કે, દેશી મેળો અને વિદેશી વેપારએ આપણો કન્સેપ્ટ છે. વિદેશના લોકોને રાજકોટમાં હટાણુ કરાવા લઇ આવવા એની પરંપરાનો પાંચમી આવૃતિ એકઝીબીશનની થઇ રહી છે. લગભગ ૭૫ કરતા વધારે વિદેશી ગ્રાહકો આવી ચુકયા છે. કોગો રીપબ્લીક, બ્રીટન, જાંબીયા, ઇથોપીયા, અફઘાનીસ્થાન, શ્રીલંકા, બાંગ્લાદેશ સહીતના અનેક દેશોના અનેક પ્રતિનિધિ રાજકોટમાં આપણા બિઝનેસમેન સાથે વેપાર કરશે આ તકે જે પરિસ્થિતિ અને ગ્રાઉન્ડ જુઓ તો આ મંચ પરથી સરકારશ્રીને વિનંતી કરું છે કે આંતરરાષ્ટ્રીય ડેલીગેશનના એકઝીબીઝન રાજકોટમાં થવા લાગ્યા છે તો એક એકઝીબીશન સેન્ટ્રલ દ્વારા તુરંત નિર્ણય કરી કરવામાં આવે તો વેપારી ઉઘોગ જગત એમનું રૂણી રહેશે.પરીન હેમાનીએ જે .જે. સોલાર કંપનીના માર્કેટીંગ મેનેજરે જણાવ્યું હતુંકે અમે પ્રથમ વખત આ એકઝીબીશનમાં પાર્ટીસીપેટ કરી રહ્યા છે. અમારો સાપરમાં કંપની આવેલી છે. સોલાર પેનલ મેન્યુફેકચરીંગ ત્યાં જ સ્થિત છે. સોલાર રુફ ઓફ સીસ્ટમ દ્વારા આજે સરકાર પણ સબસીડી આપી રહ્યા છે. કે ડીસી પાવર જનરેટ થઇ એસી પાવરમાં કન્વેર્ટ થઇ ઘરમાં વપરાશ કરી શકીએ એ પ્લાન ઘરની ઉ૫ર ધાબામાં આવી જાય તો એનાં જ માટે સબસીડી પણ આપી રહયા છીએ. અત્યાર સુધી ઘણા લોકોનો રીસ્પોન્સ સારો રહ્યો છે. અહીંયા વધારે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ આવ્યા છે તો આશા છે કે સારો રીસપોન્સ રહેશે.અબતક સાથેની વાતચીત દરમિયાન આલીમ સદર, પરફેકટ નો મેનેજરએ જણાવ્યું હતું કે પરફેકટ ટેકનોલોજી છેલ્લા ર વર્ષથી એસયુવીએમમાં પાર્ટીસીપેટ કરી રહ્યા છીએ જેમાં પહેલા ગાંધીનગરમાં કર્યુ હતું. અમે એગ્રી કોમોડીટીના બેન્ક પર પ્રોડકટ છે કે જે કિલનીંગ અને પ્રોસેસીંગ માટે જ છે. સીડસ, ગ્રેઇન્સ, નટસ, વગેરેને રો-મટીરીયલ્સ મળે એને અન્વોન્ટેક મટીરીયલ્સથી કીલનીંગ કરવામાં આવે છે. આ કીલનીંગ માનવ કરે તો એ વધુ ખર્ચાળ બને એટલે જ મશીનરી દ્વારા અન્વોન્ટેડ મરીટીયલ્સ કિલન કરવામાં આવે છે અમારા ઓલ ઓવર ઇન્ડિયામાં બીટાનીયા, પારલેજા સાથે કામ કરી રહ્યા છીએ. અમે કલકતાથી આવેલ છીએ. ગયા વર્ષે ગ્રેનેકસ માં સારો રીસ્પોન્સ મળ્યો હતો આશા કરીએ છીએ કે આ વખતે પણ બીઝનેસ સારો થશે.અબતક સાથેની વાતચીત દરમિયાન કિરલોસ્કર પમ્પસના પ્રત્યુષ યાદવે જણાવ્યું તું કે અમે અહી પ્રથમવાર જ આવ્યા છીએ. પહેલી વાર નો અનુભવ છે. અને અમે આવતા બે દિવસમાં વધુ ક્રાઉડ જોવા મળશે એવી આશા છે કિરલોસ્ટક ૧૨૦ વર્ષ જુની કંપની છે પમ્પીંગ ના ઇતિહાસ અમારી કંપની પહેલી છે તો સૌરાષ્ટ્ર એ ઇન્ડસ્ટ્રીનું હબ છે. તો અમારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમારો ઇન્ડસ્ટીયલ રેન્જના પમ્પ છે. જેમ કે મોનોબ્લોક પમ્પ છે કેડીએસ છે જે ખુબ જ ઇન્ડસ્ટ્રીઝમાં પોપ્યુલર છે.અબતક સાથેની વાતચીત દરમિયાન દ્વીતીય સીલેકશનના રીટાબેનએ જણાવ્યું હતું કે એસયુવીએમ એ બહુ સારો પ્રોજેકટ છે. તે સારું પ્લેટફોર્મ પુરૂ પાડે છે. હું અહીં પ વર્ષથી આવું છુ. અમારી સ્પેશીયાલીટી બાંધણીની છે અને બાંધણીના ડ્રેસ અને સાડીની છે આફ્રિકાથી જે બધા આવે તે આપણું હેન્ડમેડ ખુબ પસંદ કરે છે.અબતક સાથેની વાતચીત દરમિયાન સિઘ્ધી બેબી ફોટોગ્રાફીના રવિ જૈન અને સિઘ્ધિ જૈને એ જણાવ્યું હતું કે અમે રાજકોટ બેઝ છીએ અને એસવીયુએમ માં અમારો પહેલો અનુભવ છે. અમે મેઇનલી બેબી ફોટોગ્રાફીમાં ડીલ કરીએ છીએ. અને મેટરનીટી શુટસ કરીએ છીએ. ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી બંને પણ બેબી અને મેટરનીટી શુટસ માટે જ અહીયા આવવાનો સૌથી મોટો બેનીફીટ એ થયો છે. અમારૂ ટાર્ગેટ ઓડીયન્સ છે જેને અમારી પ્રોડકટ પિન્ચ કરી શકીએ ને આરી પ્રોડકસ પ્રિમિયમ પ્રોડકસમાં આવે તો એ પ્રોડકટને જે અફોર્ડ કરી શકે તે ફ્રાઉડ અમને અહી મળે છે અમારો મેઇન ફોકલ ન્યુબોર્ન બેબી ૦ થી ૧ર વર્ષના નો છે અમને ખાસો સારો રિસ્પોન્સ મળ્યો છે તે પછીમાં વર્ષે પણ અમે આવશું.