રોશની, સેલ્ફી પોઈન્ટસ અને પ્રતિકૃતિઓમાં શોભા વધારતું અદાણી
અબતક,રાજકોટ
આખોય દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તેવામાં અમદવાદનુંઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રિરંના રંગે રંગાઈ ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. ત્રિરંગામાં સુસજ્જ એરપોર્ટેની છબી, સ્પેશ્યલ સેલ્ફી પોઈન્ટ્સઅને અદભૂત ડેકોરેશન્સેઆ ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
અમદાવાદના ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટર્મિનલને સ્વાતંત્ર્ય દિનની થીમ પર શણગારવામાં આવ્યા છે, જેમાં રવેશ, પોલ્સ અને બગીચાની લાઇટિંગનો સમાવેશ થાય છે. મુસાફરો ટર્મિનલની અંદર અને બહાર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓનિહાળી શકે છે.વળી ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18ડ્ઢ18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસઆકર્ષણ જમાવ્યુંછે. તેમાં છેલ્લા 75 વર્ષોમાં દુનિયાભરમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલા વ્યાપને દર્શાવવામાં આવ્યો છે.સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યો છે.
મુસાફરોનેઆસ્ચર્યજનક અને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે સ્વતંત્રતા દિવસ પહેલા અને પછી હાઈ ટ્રાફિક વીક દરમિયાનવિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાર્જર ધેન લાઈફ ડેકોરેશન અને થીમેટિક ઇન્સ્ટોલેશન્સ મુસાફરોમાંખુબ લોકપ્રિય બની રહ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે એરપોર્ટની શોભામાં અભિવૃદ્ધિ અર્થેબન્ને ટર્મીનલ બિલ્ડીંગ્સ અને એપ્રોચ રોડને પણરોશનીથી સજાવવામાં આવ્યા છે.એટલુ જ નહિ,રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર વીરોને યાદ કરવાખાસવ્યવસ્થા કરવામાં આવી છે.