પાંચ વર્ષમાં ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા આપી એરપોર્ટ અનેકવિધ પુરસ્કારો મળ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે કે એસવીપીઆઈ એરપોર્ટને પ્રતિષ્ઠિત એક્રેડીશન લેવલ-2 એનાયત થયું છે.છેલ્લાં પાંચ વર્ષમાં એસવીપીઆઈ એરપોર્ટે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરી અનેકવિધ એએસકયું એવોર્ડ હાંસલ કર્યા છે. હવે તે શ્રૃંખલાને આગળ વધારતા એરપોર્ટ એસીઆઈમાંં લેવલ 2માં અપગ્રેડ થયું છે.એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ   વર્લ્ડે ગ્રાહકોનેશ્રેષ્ઠ અનુભવ આપવાના સતત પ્રયાસોના આધારે એસીાઅઈ ડાયરેક્ટર જનરલના રોલ ઓફ એક્સેલન્સમાં 2021માં સામેલ થવાની જાહેરાત કરી છે.એપ્રિલ મહિનામાં એરપોર્ટને લેવલ 1 થી લેવલ 2 પર અપગ્રેડ કરવામાં આવ્યુ હતું.

DSC 0239 1

એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ  દ્વારા વિકસાવવામાં આવેલો મલ્ટિલેવલ એક્રેડિટેશન પ્રોગ્રામ છે. જે એરપોર્ટને ગ્રાહકોના અનુભવ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે માર્ગદર્શન આપે છે. એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહકો સંભાળવાની વ્યૂહરચના અને ગ્રાહકોની સમજ જેવા પરિમાણોના આધારે લેવલ 2 આપવામાં આવે છે. તાજેતરમાં એસવીપીઆઈ એરપોર્ટને વિસ્તાર અને કદનાઆધારે શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ એનાયત થયો હતો.

અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે સિટી એરપોર્ટ ટીમ મુસાફરોને વધુ સારી સવલતોમળી રહે તે દિશામાં કામ કરી રહી છે.છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ સંખ્યાબંધ ફેરફારોનુંસાક્ષી રહ્યું છે. સમર્પિત એપ્લિકેશન-આધારિત ટેક્સી પાર્કિંગ/ પ્રીપેડ ટેક્સી પાર્કિંગ અને ઓટો રિક્ષા પાર્કિંગ સાથે પીક-અપ અને ડ્રોપ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને આરામ સાથે સર્વોચ્ચ સલામતી અને સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીનેરનવેનું કામ નિર્ધારિત સમય કરતાં 45 દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું હતું.જેણે દરરોજ નવ કામના કલાકો દરમિયાન 75 દિવસમાં સંપૂર્ણ રનવે ઓવરલેનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. એરપોર્ટ અવારનવારનવીન સુધારણા, વિકાસ અને બહેતર ગ્રાહક અનુભવની યાત્રા ચાલુ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.