બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિઘાર્થીઓએ આચાર્યનું સન્માન કર્યુ હતું
શહેરમાં એસ.વી. વિરાણી સ્કુલ ખાતે એલ્યુમની એસોસીએશન દ્વારા ગુરુ-શિષ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ જે હાલ પોતાના જીવનમાં સ્થાયી થઇ ચુકયા છે. અને તેમના ભૂતપૂર્વક શિક્ષકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ૧ર વર્ષથી એસ.વી વિરાણી સ્કુલ એલ્યુમની એસોસીએશન દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.
જેમાં ગુરુ-શિષ્ય સ્નેહમીલન કાર્યક્રમમાં પણ ભૂતકાળમાં સ્કુલમાં અભ્યાસ કરી ચુકેલા વિઘાર્થીઓ અને તેઓના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં વિરાણી શાળાના ભૂતકાળમાં વિઘાર્થી ચેતનભાઇ ભટ્ટે જણાયું હતું કે ભૂતકાળના વિઘાર્થીઓએ દ્વારા ગુરુ-શિષ્ય સ્નેહ મીલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અભ્યાસ બાદ આપણે વિરાળી શાળામાં મળી શકીએ તેના માટે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શરુઆતમાં ર૧ આચાર્યોનું સન્માન કરવામાં આવતું અને બધા મિત્રો સાથે મળી અમે છેલ્લા દસેક વર્ષથી આયોજન કરીએ છીએ.
અભ્યાસ બાદ જીવનમાં રચાયી થઇ ગયેલા મિત્રો માટે ભેગા મળીએ ત્યારે બાળપણ ઉભરી આવે છે દરેક કલાસમાં સમસ્મરણો હોય છે અમોને સિંચન કરેલા સંસ્કારો યાદ આવે છે.
અબતક સાથેની વાતચીતમાં વિરાણીના વિઘાર્થી સંજય તંતીએ જણાવ્યું હતું કે હું ૧૯૮૯ માં વિરાણી શાળામાં અભ્યાસ કરતો હતો અને ૨૦૦૮ની સાલથી ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુ-શિષ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજીએ છીએ.
જયારે શાળાના સમયના મિત્રો ભેગા હોય ત્યારે બાળપણના દિવસો યાદ આવી જાય છે. જે સંસ્કારનું સિંચન કર્યુ તે આચાર્યની પણ યાદ આવે છે.
તમામ જુના વિઘાર્થીઓ ભેગા થઇ સ્નેહ-મિલનના આયોજનમાં એક અલગ જ અનુભુતિ થાય છે. હર્ષો ઉલ્લાસ સાથે અમે આ કાર્યક્રમને માણીએ છીએ. આજના કાર્યક્રમ મુખ્ય અતિથિ કે જેઓએ ૧૯૫૭ માં એસ.એસ.સી. માં શાળામાં અભ્યાસ કર્યો છે તેવા વિઘાર્થીઓ પણ ઉ૫સ્થિત રહેશે. સાથે સાથે શાળાના આચાર્યો જેઓનું સન્માન ભૂતપૂર્વ વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવશે.