સૂઝૂકીએ ભારતમાં નવા પ્રોડક્ટને લોન્ચ કરવાનું નક્કી કર્યું છે કંપની 7 નવેમ્બરે ભારતીય બજારમાં નવી બાઇક ઉતારવા જઈ રહ્યા છે. લોન્ચિંગ પહેલા જ આ બાઇકની તસવીરો ઓનલાઇન લીક થઈ ગઈ છે. આ બાઇકના ફિચર્સ અંગે પણ માહિતી આપવામાં આવી છે.
આ બાઇક Suzuki Intruder M1800R જેવું જ છે. જેની સીધી સરખામણી બજાજ અવેન્જર સ્ટ્રીટ 150 બાઇક સાથે થશે. એન્જિનની વાત કરીએ તો સુઝૂકી 150માં 154.9 સીસીનું એરકૂલ્ડ સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે.
તો આ જ એન્જિન બેસ્ટ સેલિંગ મોટરસાઇકલ Gixxerમાં આપવામાં આવ્યું છે. જિક્સરમાં આ એન્જિન 14 બીએચપી પાવર તથા 14 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. જેમાં 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. નવા બાઇક માટે જોકે એન્જિનના પર્ફોમન્સમાં પરિવર્તન કરવામાં આવી શકે છે.
સ્ટાઇલની વાત કરીએ તો આ બાઇક પર મોટા હેન્ડલેપ અને બકેટ સ્ટાઇલ વાળી સીટ સાથે સાથે આવશે. જોકે પાછળની સીટ થોડી નાની હશે. અને બાઇકના ફ્ર્ન્ટ અને રિયર બંને વ્હિલમાં ડિસ્ક બ્રેક અને બ્લેક એલોય વ્હિલ આપવામાં આવશે.