આવતીકાલે નવા સ્ટાર્ટઅપ અને મોટીવેશન માટેની મીટ: કૃષિ ક્ષેત્રે આફ્રિકામાં વિકાસની તકો અંગે અપાશે માર્ગદર્શન
100થી વધુ વિદેશી ડેલીગેટસથી ઉપસ્થિતિ: 80 જેટલા એકઝીબીટર્સે ગુજરાતભરમાંથી લીધો ભાગ
છેલ્લા એક વર્ષ થી ચાલતી કોરોના ની અસહ્ય મહામારી માં થી અર્થશાસ્ત્ર ધીરે ધીરે થાળે પડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના કાળ બાદ પ્રથમ એવા ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ( સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ ) દ્વારા આયોજન કરવામાં આવેલ. આ શો આજથી તારીખ 21 સુધી એનએસઆઇસી ગ્રાઉન્ડ, 80 ફૂટના રોડ ઉપર આયોજિત કરવામાં આવ્યું છે.
આ વ્યાપાર મેળા માં આફ્રિકા ના અલગ અલગ અને અન્ય વીસેક દેશોમાં થી 100 જેટલા ડેલીગેટસ ઉપસ્થિત રહેલ છે તથા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 80 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો
કેન્દ્ર સરકારના ગૃહ ખાતા સાથે સંકલન અને પોલીસ ડીપાર્ટમેન્ટ ની તમામ મંજૂરીઓ સાથે આ વ્યાપાર મેળા નું આયોજન કરવામાં આવેલ છે. સરકારી તમામ ગાઇડલાઈન્સ અને એસ. ઑ.પી. નું આ શો માં કડક પાલન કરવામાં આવશે. નિયમ મુજબ તમામ આવનાર મુલાકાતીઓનું ટેમ્પ્રેચર લેવામાં આવશે અને પ્રવેશ પહેલાં કંપલ્સરી સેનીટાઇઝર નો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત શો પ્રીમૈસિસ દરેકે માસ્ક પહેરીને રહેવું પડશે. રજીસ્ટ્રેશન વગર કોઈ ને પણ એન્ટ્રી આપવામાં નહિ આવે.
ઉદ્ધઘાટન પ્રસંગ માં રાજકોટ મેયર ડો. પ્રદીપ દાવ, જીટીયુ વાઇસ ચાન્સેલર ડો. નવિનભાઇ શેઠ, પૂર્વ મેયર ડો. જૈમિન ઉપાધ્યાય, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કુક, મડાગાસ્કર એમ્બેસી ના મિસિસ તહિના, જ્યોતિ ઈગઈ નાં પરાક્રમસિંહ જાડેજા, આફ્રિકન પ્રોફાઈલ ના ડાયરેક્ટર એક્વિયે નાના કોવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
કોરોના કાળમાં નવી શરૂઆત કરવાનો સોનેરી અવસર: ડેપ્યુટી હાઈ કમિશનર ઓફ બ્રીટીશ પીટર કુક
કોવીડના કારણે લોકોને ધંધામાં ઘણી ખોટ થતી હોય છે. નવી શરૂઆત કરી કંપનીની આગળ વધવાનો આ એક અનેરો મોકો છે. બિઝનેશ મીટીંગ માટે ફેસ ટુ ફેસ મળીને વિશ્ર્વાસ બાંધી તો જ બિઝનેશ આગળ વધે. ઝુમ મીટીંગ દ્વારા એટલો વિશ્ર્વાસ વધતો નથી. બ્રીટીશ પ્રાઈમ મીનીસ્ટર બોરીસ જોન્સન એપ્રીલ એન્ડમાં ભારત આવી રહ્યાં છે. ઘણી કંપનીઓ સાથે રિકનેકટ કરી ફયુચરના પ્લાન્સ બનાવામાં આવે છે. એસવીયુએમ દ્વારા આજે કોવિડ હોવા છતાં લોકોને ટ્રેડીંગ દ્વારા પોતાના દેશની ઈકોનોમી વધારવાનો એક મોકો મળ્યો છે. એમના દ્વારા લોકોને સેફને સુરક્ષિત રહેવાનો મેસેજ દેવામાં આવ્યો છે.
અમારા પ્લેટીંગ મશીનથી પાવર સેવિંગ વધુ થાય છે: ભરત ભટ્ટ (અવની ઈલેકટ્રોનિક્સ)
છેલ્લા 21 વર્ષથી આ કંપની ચાલી રહી છે. મુખ્ય બ્રાંચ મોરબી છે. સાથે જ મેન્યુફેકચરીંગ ત્યાંજ થાય છે. રાજકોટ, મોરબી, જામનગર, બરોડા, સુરત સહિતના સ્થળોએ બ્રાંચ ઉપલબ્ધ છે. અમારા પ્લેટીંગ મશીનથી પાવર સેવિંગ ખૂબ થાય છે. કોમ્પેકટ મશીન બનાવવામાં આવે છે. જેમાં પાવર બચે છે. એસવીયુએમનો રિસ્પોન્સ જોઈ અવની ઈલેકટ્રોનિકસે આજે અહીં આ લાવ્યા છે. અજંતા, ઓરપેટ્સ વગેરે કંપનીઓને સપ્લાય કરે છે. એસવીયુએમ મોટો બેઝ છે. જે લોકો માટે કમાવાનો સ્ત્રાત છે.
ટે્રડ શોના માધ્યમથી વ્યાપારને વેગ મળશે: ડો. પ્રદિપ ડવ (મેયર)
મીડિયા સાથેની વાતચિત દરમિયાન મેયર ડો. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું આજથી 21 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપાર મેળામાં આફ્રિકાના અલગ અલગ અને અન્ય વિસેક દેશોમાંથી 100 જેટલા ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. આ ટ્રેડ શોના માધ્યમથી વ્યાપારને વેગ મળશે. અને અહિયાના ઉદ્યોગોને બીજા દેશો સાથે વ્યાપાર કરવાની તક મળશે. સાથે જ બીજા દેશોના પ્રતિનિધિઓ ડેલીગેટસ અહીંયા આવી ફેકટરીની વિઝીટ કરશે. તથા સ્ટોલની મુલાકાત લઇ
પ્રોડકટ વિશે માહિતગાર થશે. તો વ્યાપારને વિશ્ર્વસ્તરે લઇ જવા ખૂબ જ મદદરૂપ રહેશે. સાથોસાથ આ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં રાજકોટ સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક એકઝીબિટર્સએ ભાગ લીધો છે. તે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય.
કોરોનાની મહામારીને ધ્યાને રાખી સુંદર આયોજન કરવામાં આવ્યું: રાજુભાઈ ધ્રુવ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વખત કોરોનાની મહામારીને ધ્યાન રાખી તમામ ગાઈડ લાઈનનું પાલન કરી ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે.
સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો છે ત્યારે બહારના દેશો રાજકોટમાં વ્યાપાર અર્થે આવે એકબીજાના ઉદ્યોગો વિશે માહિતી મેળવી અને સાથે મળી વ્યાપાર કરે તે ઉદેશ્ય સાથે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું પરાગભાઈ તેજુરા અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું.
એકઝીબિશનનો મુખ્ય ઉદેશ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને વિશ્ર્વ ફલક પર લઇ જવાનો છે: પરાગ તેજુરા (એસવીયુએમ પ્રમુખ)
અબતક સાથેની વાતચિત દરમિયાન સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી એસવીયુએમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોવિડની થોડી અસર જોવા મળી રહી છે. તેથી 80 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે. વિદેશથી અત્યાર સુધીમાં 25 ડેલીગેટસ આવી ગયા છે તથા બીજા આવી રહ્યા છે તથા તેઓ રાજકોટની ફેકટરીઓની મુલાકાત કરશે. તથા એકઝીબિશન સાથે મુલાકાત કરવાના છે. બીઝનેશ મીટીંગો પણ થનાર છે. આફિકામાં ખેતી માટેની તકો છે. તે માટે આવતી કાલે સેમીનાર છે સવારે નવા નવા સ્ટાર્ટઅપ તૈયાર થઇ રહ્યાં છે. તેમના માટે પણ સેમીનારનું આયોજન થનાર છે.
છેલ્લા આઠ વર્ષથી જે આયોજન કરીએ છીએ તેના મુખ્ય ઉદેશ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉત્પાદનોને છિવ ફલક પર લઇ જવા લોકો અહીં આવે. આપણા ઉત્પાદનને જોવે પ્રક્રિયા જોવો આપણું કલ્ચર જોવો, આપણી સાથે હળેમળે અને વેપાર કરે. રાજકોટના લોકોનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે.
છેલ્લા બે વર્ષથી એસ.યુ.વી.એમમાં ભાગ લેતા સારો પ્રતિસાદ મળે છે: પંકીત ભેસાણીયા (કેપ્શન રિસોર્સીસ કોર્પોરેશન)
અબતક સાથેની વાતચિત દરમિયાન કેપ્શન રીસોસીસ કોર્પોરેશનના પંકીત ભેસાણીયાએ જણાવ્યું હતું કે અમારી કંપની છેલલા ઘણા વર્ષોથી એર કુલરનું મેન્યુકેકચરીંગ કરવામાં આવે છે. અમે એસવીયુએમમાં કરવામાં આવે છે. અમે એસવીયુએમમાં બીજી વખત ભાગ લીધો છે. અમને રાજકોટના લોકોનો ખૂબ જ સર્પોટ મળે છે એર કુલર અમારી પાસે 30 લીટર, 60 લીટર, 90 લીટર, 120 લીટરના ઉપલબ્ધ છે. તથા હાલમાં 200 લીટરના એરકુલરને લોન્ચ કરવામાં આવ્યો છે. આ તમામ મોટા એરકુલર છે જેનો ઉપયોગ ઇન્ડસ્ટીઝ, નાના કારખાનામાં જયાં ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યાં ઉપયોગ વધુ થતો હોય છે. રાજકોટ તરફથી અમને ઘણો સારો પ્રતિસાદ મળતો હોવાથી અમે એકઝીબિશનમાં ભાગ લીધો છે.