રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં અંદાજીત ૫૦૦ જેટલા નિરાધાર,અપંગ, બીમાર, પશુઓ તેમજ પક્ષીઓનું આશ્રય સ્થાન છે. કોર્પોરેશન તથા પોલીસ ખાતુ તેમજ સરકારી ખાતા દ્વારા પશુઓને અહીં મુકવામાં આવે છે. જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા અહિંસા પરમો ધર્મનાં સુત્રને સાકાર કરવા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં સવંત્સરીના રોજ ૧૧ અબોલ જીવોને સારવાર સાથોસાથ નિભાવ ખર્ચ પણ આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાતા યોગેશભાઈ મહેતા, રમેશભાઈ શેઠ, બીમલભાઈ સી.મહેતા, મનનભાઈ ડગલી, જે.એસ. જી. વેસ્ટ-જન્માષ્ટમી ટુર ગ્રુપ વગેરેનો સહકાર મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હર્ષદભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ખજાનચી હરેશભાઈ દોશી, જીગર યોગેશ મહેતા જેમણે અઠ્ઠાઈ કરેલ છે તે તથા ભવ્ય યોગેશભાઈ મહેતા,રૂષભ રમેશભાઈ શેઠ, જૈમીનભાઈ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.