- આજે સાંજે કિંજલ દવેનું લાઈવ પરફોર્મન્સ
- 21 ડિસેમ્બરે ગોપાલ સાધુનો લોકડાયરો યોજાશે
- 22 ડિસેમ્બરે ગઝલ સંઘ્યા, બેન્ડ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમો થશે
સુરતમાં 3 દિવસ સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આજે સાંજે 4.30 વાગ્યે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે સાંજે કિંજલ દવે દ્વારા લાઇવ પરફોર્મન્સ કરશે, તેમજ સુવાલી બીચ ફેસ્ટિવલમાં અનેક વિશેષ આકર્ષણોનો પણ લાભ લઇ શકાશે. ફેસ્ટિવલમાં જવા માટે ST વિભાગ દ્વારા દર અડધો કલાકના અંતરે અડાજણ અને ઓલપાડથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ સિટી બસની સેવા 26 સ્થળોએથી મળી રહેશે.
સુરત કલેક્ટરે જનતાને અપીલ કરી છે કે સુવાલી આજથી શરૂ થઇ રહેલા બીચ ફેસ્ટિવલમાં આપ મોટી સંખ્યામાં આવો. તેમણે જણાવ્યું છેકે, ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 20,21 અને 22 ડિસેમ્બરના રોજ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ દરમિયાન સુરત માટે એક ખૂબ જ સારી તક છે. એમાં રાજ્યકક્ષા, લોકલકક્ષા અને બધાજ જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સથી કરવાના છીએ. ત્યાં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આયોજન સરકાર તરફથી કર્યું છે. તેમજ વધુમાં તેમણે ઉમેર્યું છેકે, લોકો બહોળી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે અંદાજો કરીએ છીએ કે 3 લાખથી ઉપર લોકો જે છે ફેસ્ટિવલ આણંદ લેશે.
20થી 22 ડિસેમ્બરનો કાર્યક્રમ
- 20 ડિસેમ્બરઃસાંજે 30 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ
- 20 ડિસેમ્બરઃસાંજે 30 વાગ્યે કિંજલ દવેનું લાઇવ પરફોર્મન્સ
- 21 ડિસેમ્બરઃસાંજે 30 વાગ્યે ગોપાલ સાધુનો લોક ડાયરો
- 22 ડિસેમ્બરઃસાંજે 6 વાગ્યે પંકજ અગ્રવાતની ગઝલ સંઘ્યા
- 22 ડિસેમ્બરઃસાંજે 7 વાગ્યે બેન્ડ લાઇવ પરફોર્મન્સ
- 22 ડિસેમ્બરઃરાત્રે 9 વાગ્યે સમાપન સમારોહ
સુવાલી બીચ જવા માટેની વાહન વ્યવસ્થા:
બસ વ્યવસ્થા : દર અડધો કલાકે અડાજણ ડેપોથી સુવાલી માટે સુરત STની બસ ઉપડશે. આ ઉપરાંત ઓલપાડ ડેપોથી પણ બસ ઉપડશે.
સિટી બસ : વરિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ, ઉત્રાણ VIP સર્કલ, કામરેજ ચાર રસ્તા, ઉધના ત્રણ રસ્તા, પાલ, ચોક ગાંધીબાગ, ભેસ્તાન ચાર રસ્તા, પાંડેસરા પીયૂષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારીયાથી ઉપડશે.
વિશેષ આકર્ષણો:
ફુડ કોર્ટ : ક્રાફટ સ્ટોલ,સેલ્ફી પોઈન્ટ,સાંસ્કૃતિક કાર્યક્રમો,વિવિધ રમત-ગમતો,સાહસિક પ્રવૃત્તિઓ