ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા તપન પંડયાએ આપ્યું માર્ગદર્શન
તાજેતરમાં ક્લબ યુવી વિમેન્સ વિંગ દ્વારા સુજોક થેરાપીના પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ, તેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો, આ સેમીનારમાં તપનભાઇ પંડ્યા એ સરળ અને સુંદર રીતે થેરાપીની વિશેષતાઓ સમજાવેલ અને હાજર બહેનોની માગણીથી હવે પછી સુજોક થેરાપીના ભવ્ય ટ્રીટમેન્ટ કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવેલ તેવું ક્લબ યુવી વિમેન્સ વિંગના પ્રમુખ જોલીબેન ફળદુએ જણાવેલ. ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા તપનભાઇ પંડ્યા એ સુજોક થેરાપી એ એક્યુપ્રેશર આધારિત હિલીંગ પદ્ધતિ છે જે માનવ શરીરના તમામ ભાગોને એક્યુપ્રેશરનાંસક્રિય બિંદુઓી રોગમુક્ત કરવાની પ્રક્રિયા છે, તેનાથી લોકો પોતાનાં જ ડોક્ટર બની શકે છે એટલે કે આ ેરાપીનો મુખ્ય ઉદ્દેશ આપણા ડોક્ટર આપણેપોતે જ બનીએએહેતુને ધ્યાનમાં લઈને ક્લબ યુવી વિમેન્સ વિંગ એઆ પ્રોગ્રામનુ આયોજન કર્યું અને તેમાં ભવ્ય સફળતા મળેલ.
વિશેષમા તપનભાઇ પંડ્યાએ જણાવ્યું કે, કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્ય કરતી સંસ મિશન જગૃતમ અને ઇન્ટરનેશનલ સુજોક એસોસીઅસનના સંયુક્ત ઉપક્રમે ક્લબ યુવી (મહિલાપાંખ) માટે સુજોક થેરાપીના નિ:શુલ્ક અવેરનેસ સેમિનારનું આયોજન યું હતું. આ સેમિનારમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી સુજોક થેરાપી વિશે સમજણ આપવામાં આવી હતી. જેમાં આ થેરાપીનો ઉદભવ, તેનો વૈજ્ઞાનિક અભિગમ, તેના ફાયદાઓ અને પરિણામો વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. તપનભાઇ પંડ્યા સુજોક થેરાપીની આંતરરાષ્ટ્રીય સંસનાં મેમ્બર અને લેકચરર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા છે અને તેમના તરફી આ અવેરનેસ કેમ્પના થેરાપી બાબતે વિસ્તારી માહિતીઆપવામાં આવી અને હાજર બહેનોએ એક ધ્યાની ભાગ લીધેલ.
આ પ્રોગ્રામનું સંચાલન ક્લબ યુવી વિમેન્સ વિંગના પ્રમુખ જોલીબેન ફળદુના માર્ગદર્શન હેઠળ ક્લબ યુવીના કમીટી મેમ્બર શિલ્પાબેન દલસાણીયા, શિલ્પાબેન સુરાણી અને તોરલબેન પટેલ તરફી સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રકારનાં નિ:શુલ્ક અવેરનેસ કેમ્પનું આયોજન કરવા માટે રસ ધરાવનાર સંસ્થા, જ્ઞાતિ મંડળ, કચેરીઓ, સોસાયટી વગેરે તપન પંડયાનો (૯૮૭૯૮ ૪૧૦૪૮) સંપર્ક કરી શકે છે. ક્લબ યુવી દ્વારા તા. ૨૫/૦૭/૨૦૧૯ નાંરોજ કરલો દુનિયા મુઠ્ઠી મે નાટકનું આયોજન કરેલ છે, તેમજ તા. ૦૫/૦૮/૨૦૧૯ નાં રોજ ક્લબ યુવીના સભ્યો માટે પુરાની યાદે જુના કર્ણપ્રિય ગીતોનું સુરીલું સફરનું આયોજન કરેલ છે તે સહીત વર્ષ દરમ્યાનના પ્રોગ્રામોની માહિતી આપવામાં આવેલ.