સફળ આંદોલન અને સેવાકીય પ્રવૃતિઓની ગુજરાતમાં જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવિણ રામનો ચહેરો તમામ ગુજરાતીઓની સમક્ષ આવે, આંદોલનકારી પ્રવિણ રામ છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં યુવાનો માટે, ખેડૂતો માટે, કર્મચારીઓ માટે, આશા અને આંગણવાડી બહેનો માટે હરહંમેશ અવાજ અને જરૂર પડ્યે પરિણામ સુધી લડત ચલાવી લોકોને એમનો હક્ક પણ અપાવ્યો છે.
પ્રવિણ રામનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના નાનકડા એવા ઘુંસિયા ગામમાં થયો છે, શિક્ષણ અર્થે બહાર નીકળતા એમની સેવાકીય પ્રવૃતિઓની શરૂઆત થઇ, તેઓએ સૌપ્રથમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સામે લડત ચલાવી બિનકાયદેસર ચાલતા 6000 મેડિકલ સ્ટોર બંધ કરાવ્યા, ત્યારબાદ ફિક્સ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, આશા અને આંગણવાડી કર્મચારી માટે લડત ચલાવી લાખો યુવાનોને એમનો હક્ક અપાવ્યો, ત્યારબાદ ઇકોઝો માટે ખેડૂતોની અન્ય માંગણીઓ માટે અનેક વાર લડત ચલાવી. બેરોજગાર યુવાનો માટે ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો, આમ આંદોલનના માર્ગે ગુજરાતના તમામ વર્ગના લોકોનું નેતૃત્વ કરી ન્યાય તો અપાવ્યો પરંતુ સાથે સાથે એમણે એમના એક પણ આંદોલનમાં સરકારી સંપતિને નુકશાન ન પહોંચાડી અને રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવ્યા એ ખૂબ જ મહત્વની બાબત છે.
માત્ર આંદોલન જ નહિં પરંતુ સેવાકીય પ્રવૃતિમાં પણ તેઓ અગ્રેસર રહ્યાં છે. ગુજરાતમાં જ્યારે જ્યારે આફત આવી ત્યારે પણ એમની ટીમ દ્વારા ખૂબ મોટાપાયે સેવાકાર્યો કરવામાં આવ્યા છે.
યુવાનેતા પ્રવિણભાઇ રામની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા તેઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે.