સુત્રાપાડાના ધરેલી બરૂલા, કડસલામા શરૂ કરાયેલા માર્ગ કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા ગ્રામજનો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં બળજબરી પૂર્વક માર્ગ કાર્યપૂન: શરૂ કરવા છતા હજુ પણ નબળી ગુણવતાની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે કાયદેસર પગલા લેવા લોક માંગ પ્રવર્તી છે.
વર્ષ 2018-19 અંતર્ગત મજૂર ગયેલ ધરેલી, બરૂલા, કડસલા, સોલાજ રોડ મંજૂર થયેલ તેમનું ટેન્ડર 7-8 મહિના પહેલા મંજૂર થયેલ છે. હાલ ચોમાસુ માથે હોવા છતાં એજન્સીએ કામ ચાલુ કરેલ તેમાં પ્રોટેકશન દિવાલ સીસી રોડના કામ ચાલુ કરેલ છે. તેમા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેમકે નબળીગુણવતાનું સિમેન્ટ તેમજ રેતીની જગ્યાએ રીજેકટ થયેલો પાઉડર વાપરવામાં આવે છે. તેમજ ટેન્ડરનાં એસ્ટિમેન્ટ પ્રમાણે સ્ટીલ વાપરવામાં આવતું નથી.
જયારે ગામ લોકો દ્વારા સ્થળ તપાસ કરતા કામની ગુણવતા નબળી હોવાથી હાલ કામ બંધ કરાવેલ તેમજ સ્થળ પર હાજર રહેલ ડે. એન્જિનીયરને મૌખીકમાં રજૂઆત કરેલ હોવા છતાં પણ એજન્સી દ્વારા ફરીથી બળજબરી પૂર્વક કામ ચાલુ કરવામાં આવેલ છે. આવી રીતે કામમાં ખૂલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તો હવે પછી આ કામના ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણેનું મટીરીયલ સ્થળ પર લાવી અને કામ કરવામાં આવે તે બાબતે કાયદેસર પગલા લેવાની બરૂલા, કડસલા, તથા સોળાજ ગ્રામજનોની માંગણી છે.