૮મીએ જનઆક્રોશ રેલી સાથે આવેદન અપાશે
વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના અનેક ખેડુતોની જમીન કપાતથી મોટુ નુકસાન: તાલુકા કોંગ્રેસની બેઠકમાં લેવાયો નિર્ણય
સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને આજોઠા મુકામે મળેલ હતી. આ બેઠકમાં વેરાવળથી કોડીનાર માટે નવી માલવાહક રેલવે માટે જે જમીન સંપાદન પ્રક્રિયાનો સખ્ત શબ્દોમાં વિરોધ ઠરાવ પસાર કરેલ.
આ રેલવે લાઈનથી વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર તાલુકા ગામડાની ખેડુતોની ફળદ્રુપ જમીન જાય છે. તેમજ અનેક ખેડુતો ખાતા વિહોણા તથા ઘરવિહોણા પણ થઈ જાય અને અન્ય ખેડુતોની આ રેલવે લાઈન જયાંથી પસાર થાય છે ત્યાંથી પાણીની પાઈપલાઈન પણ નિકળે છે. તેમજ જે વિસ્તારમાંથી રેલવે નિકળવાની છે તે વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય પ્રાણી સિંહોનો પણ વસવાટ કરે છે. તેમજ રેલવે લાઈનથી અન્ય ખેતરોમાં પણ પાણી ભરાવાથી મોટુ નુકસાન ખેતીના પાકને થાય તેવી સંભાવના છે.
તેમજ આ રેલવે લાઈન વિસ્તારના ગામડામાં માલઢોર વધારે હોય તેથી માલઢોરને પણ મોટુ નુકસાન થશે તેથી સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ આ રેલવે લાઈનનો સખત વિરોધ કરે છે. તેમજ આ બેઠકમાં ખેડુતો માટે મશ્કરી સમાન રૂ.૬૦૦૦ની સહાય કરેલ છે. તેનો તથા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી.
તેમજ પાવર પણ પુરતા પ્રમાણમાં આપવામાં નથી આવતો. આવા અનેક મુદાઓ માટે આગામી તા.૮/૨/૨૦૧૯ના રોજ કોંગ્રેસ સમિતિ દ્વારા મોટર સાયકલ રેલી દ્વારા જન આક્રોશ રેલી કાઢીને દરેક તાલુકા મથકોએ મામલતદારને આવેદનપત્ર આપવાનું નકકી કરાયું છે. આ બેઠકમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહીને પક્ષના સંગઠનને મજબુત કરવા સંગઠન માટેની ચર્ચા કરવામાં આવી હતી.