સુત્રાપાડા તાબાના પ્રશ્નાવડા ગામે સરપંચના મકાનના દરવાજાની સ્ટોપર તોડી કબાટમાં રહેલા રોકડા રૂા.6 લાખ તથા 36 તોલા સોનાના દાગીના મળી કુલ રૂા.21,88,617 ની ચોરી થયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
સરપંચ પરિવાર સાથે અમદાવાદ ગયાને તસ્કરોએ રોકડા 6 લાખ અને સોનાના 36 તોલા ઘરેણાની તસ્કરી
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ પ્રશ્ર્નાવડા ગામના સરપંચ કેશુભાઇ નાથાભાઇ જાદવ ઉ.વ.48 ના મકાનમાં ગત તા.5 ના કેશુભાઇ અમદાવાદ ગયેલ હોય ત્યારે તેમના મકાનના ઉપરના ભાગે આવેલ મેઇન દરવાજાની સ્ટોપરનો આગરીયો કોઇ તસ્કરોએ તોડી બેડરૂમના કબાટના દરવાજા ચતુરાઇ પૂર્વક તોડી રોકડા રૂા.6 લાખ તથા (1) સોનાનો કુંદન સેટ 19.65 તોલાનો સેટ કીં.રૂા.11,88,860 (2) બુટી સાથે સવા તોલાનો કીં.રૂા.37,257 (3) સોનાનો દોરો ત્રણ તોલાનો કીં.રૂા.75 હજાર (4) સોનાના દોરો અઢી તોલાનો કીં.રૂા.62,500 તથા સોનાનો દોરો એક તોલાના બે ચેઇન રૂા.50 હજાર (5) સોનાનું મંગળસુત્ર ચાર તોલાનું કીં.રૂા.1 લાખ (7) સોનાનો સેટ બુટી સાથે ત્રણ તોલા કીં.રૂા.75 હજાર મળી કુલ 36 તોલા સોનાની કીં.રૂા.15,88,617 તથા રોકડા મળી કુલ રૂા.21,88,617 ની ચોરી થયેલ હોવાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. એન.એ.વાઘેલાએ હાથ ધરી છે.