રાજયના આ મશહુર ગીતકારે પાંચ હજારથી પણ વધારે હૃદયસ્પર્શી ગીતોની રચના કરી છે: કલાપ્રિય લોકોમાં ખુશીની લહેર
ગીર-સોમનાથના સફળ ફિલ્મ નિર્માતા ભગુભાઈ વાળા દ્વારા “વિશ્વાસ ફિલ્મ્સ” પ્રોડક્શન નામે યુનિટ ની રચના કરવામાં આવતા આ યુનિટના પ્રોજેક્ટ સેક્રેટરી તરીકે ગુજરાતના મશહૂર ગીતકાર કવિ ગ્વાલ ની નિમણુંક કરાતા કલા જગતના લોકો તેમજ દર્શક મિત્રોમાં ખુશીની લહેર ફેલાયેલ છે.કવિ ગ્વાલા ની નિમણૂકથી તેમના કલા મિત્રો ચાહકો દ્વારા અભિનંદન વર્ષા થઈ રહેલ છે .
કવિ ગ્વાલા કે જેઓ વીરપુર (જલારામ)ના વતની છે અને ભીખુભાઇ રાજપરા નામ ધરાવતા આ મશહૂર ગીતકારે ગુજરાત ભરમાં પાંચ હજાર થી પણ વધુ હૃદયસ્પર્શી ગીતોની રચના કરી ગુજરાતના મશહૂર ગીતકાર તરીકે પોતાનું નામ અંકિત કરી બહોળી પ્રસિધ્ધિ મેળવેલ છે આ ગીતકારે છેલ્લા 20 વર્ષથી ગીતોની રચના માં વ્યસ્ત રહયા છે તેઓની બહુમુખી પ્રતિભાનો પરિચય ગુજરાત ના ફિલ્મ જગતના ખ્યાત નામ ગાયકો અને સંગીતકારોને આપી ચુક્યા છે ફિલ્મ હોય કે સિરિયલ કે પછી સ્ટોરીકલ આલ્બમ સોંગ હોય સ્ટોરીને અનુરૂપ અદભુત અને હૃદયસ્પર્શી શબ્દોના તાલ સાથે અદ્ભૂત રીતે સમન્વય કરી ગીતોને મઢી આપે છે જે એક ગીતની રચના માટે તગડી ફી વસુલતા હોવા છતાં ફિલ્મ નિર્માતાઓ તેમના સફળ ગીતોનો ખાસ આગ્રહ સેવતા જોવા મળે છે. આ ગીતકાર ફિલ્મી ગીતો ઉપરાંત ગરબા – ભજનો – લોકગીતો તેમજ પુષ્ટિય વૈષ્ણવ સંપ્રદાયના અનેક ઘોળ પદ રાસની અનેક રચનાઓ કરેલ છે સંગીત ક્ષેત્રે ખુબ જ ઘરાબો ધરાવતા ગૌરાંગ વ્યાશ અપ્પુભાઈ, શૈલેષ ઠારક, ડો. શૈલેષ ઉત્પલ, મનોજ વિમલ, આશિષ કોટક, અજય વાઘેશ્વરી, ધર્મેશ પંડ્યા જેવા અનેક નામી અનામી સંગીતકારોએ પોતાના સુમધુર સંગીત થી તેમના ગીતોને મઢેલ છે તેમની શબ્દ રચનામાં પ્રાણ પુરાયેલ છે સૌરાષ્ટ્ર ગુજરાતના મહેકતા મોરલા – વીણેલા મોતી સમાન લોક ગાયકો, કલાકારો, સાહિત્યકારો તેમની શબ્દ રચનાને પોતાનો મધુર સ્વર પૂરો પડેલ છે. જેમાં હેંમત ચૌહાણ, ભીખૂદાન ગઢવી, નીતિન દેવકા, રાકેશ બારોટ, કમલેશ બારોટ, ખીમજી ભરવાડ, વના ભરવાડ, દુરદેવ આહીર, દિપક જોશી, જયેશ દવે, ગગન જેઠવા, જૈન દિપાલી સૌમૈયા, ફરીદા મીર, લલિતા ઘોડાદ્રા, પૂનમ ગોંડલીયા, અલ્પા પટેલ, રાજલ બારોટ બારોટ, ઉર્વશી પંડ્યા, સંગીત લાબડીયા, પ્રીતિ ગજ્જર જેવા અનેક નામી અનામી ગાયકોએ તેમની શબ્દ સરિતાને પોતાના મધુર સ્વર દ્વારા ખુબ જ લોકપ્રિય બનેલ છે. સઁગીતની દુનિયા સાથે સંકળાયેલ શિરમોર કેસેટ્સ કંપની શ્રી રામ ઓડિયો અને ટેલી ફિલ્મ્સ સહીત અનેક સ્ટુડિયો માં ઓડિયો વિડિયો દ્વારા ગીત ની રચના ન શબ્દો ને સ્વર બધ્ધ કરી સમગ્ર દેશના સંગીત પ્રેમી ના દિલમાં એક આગવું સ્થાન પામી ગુજરાતના મશહૂર ગીતકાર તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આ ગીતકારે રચેલ ગુજરાતની ગાથાની અદભુત શબ્દ રચના સાંભળીને મહાન કથાકાર એવા મોરારી બાપુ અને સ્વામી નારાયણ સંપ્રદાયન આચાર્ય શ્રી લાલજી મહારાજ પણ ખુબ પ્રભાવિત થયેલ હતા અને આ ગુજરાતની ગાથાની રચના સાથેના ગીતના શબ્દો થી ખુબ જ પ્રભાવિત થઇ રૂપિયા એકાવન સો રોકડ પુરસ્કાર સાથે છાલ ઓઢાડે સન્માનિત કરાયા હતા એવા આ મશહૂર ગીતકાર કવિ ગ્વાલ એ આ ગીત વિશ્વાશ ફિલ્મ્સ ને ભેટ આપેલ છે આ મશહૂર ગીતકારને જેટલા પણ અભિનંદન આપીએ ઓછા પડે છે. એમ વિશ્વાશ ફિલ્મસના નિર્માતાની અખબારી યાદીમાં જણાવાયું છે.