- મોરાસા ગામે ત્રણ વર્ષની બાળકી બની દીપડાનો શિકાર
- વન વિભાગ અને સ્થાનિકોને શોધખોળ દરમિયાન માત્ર અવશેષો જ હાથ લાગ્યા
- આ ઘટનાને ધ્યાનમાં લઈ સમગ્ર વિસ્તારમાં 5 પાંજરા ગોઠવવામાં આવ્યાં છે
ગીર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દીપડાએ આ-તંક મચાવ્યો છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં ગતરોજ એટલે કે 13 એપ્રિલે દીપડાએ ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો હતો. ત્યારબાદ આજે એટલે કે 14મી એપ્રિલ સવારે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બાળકીના મૃ*તદેહના અવશેષોને PM અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.
માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા
મોરાસા ગામમાં ત્રણ વર્ષની દીકરી રવિવારે રાત્રે ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી. ત્યારે તે દરમિયાન પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. ત્યારે અચાનક જ માનવભક્ષી દીપડો આવ્યો અને બાળકીને ઊઠાવીને લઈ ગયો હતો. પરિવારજનોએ બાળકીને બચાવવા માટે ઘણી તજવીજ હાથ ધરી હતી. અને ભયનો માહોલ સર્જાયો છે.
આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી અને આખી રાત શોધખોળ કર્યા બાદ સોમવારે એટલે કે આજે સવારે વોકળામાંથી ફાડી ખાધેલો બાળકીનો મૃ*તદેહ મળી આવ્યો હતો. તેમજ વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને ધ્યાનમાં લઈ સમગ્ર વિસ્તારમાં 5 પાંજરા ગોઠવવામાં આવ્યાં છે.
સમગ્ર ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ત્યારે બીજી તરફ, વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે, જ્યાં ઘટના વિસ્તારમાં 5 જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે.