સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના આધ્યાસ્થાપક અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવેલ હતોટેકાના ભાવથી મગફળી અને સોયાબીન અંગે ની ખરીદી નું સેન્ટર સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલી માં શરૂ કરવામાં આવેલ જેમાં મગફળીના ટેકાના ભાવ ની કિંમત 20 કિલો ના રૂ.1275/- તેમજ સોયાબીનના ટેકાના વીસ કિલોના રૂ.920/- પ્રમાણે ખરીદી કરવામાં આવી રહેલ છે. સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલી ખાતે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા સુત્રાપાડા તાલુકાનાં શહેર તેમજ ગ્રામ્યના તમામ ખેડૂતોમાં ખુશી ની લહેર વ્યાપી ગયેલ હતી. અને દરેક ખેડૂત પોતાની જણસ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલી ખાતે સેન્ટરમાં જઈ અને માર્કેટિંગ યાર્ડનો લાભ લે તેવો અનુરોધ પૂર્વ મંત્રી જશાભાઈ બારડે કરેલ હતો.
સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ના કુલ 4000 થી વધુ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોના વારા પ્રમાણે તેઓના જણસ ની ખરીદી સરકાર દ્વ્રારા નિમણૂક્ થયેલ નોડલ એજન્સી દ્વારા કરવામાં આવશે. સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલી ખાતે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નો શુભારંભ પૂર્વ મંત્રી જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવેલ. તેમજ આ અવસરે શ્રીફળ વધારી સાકરથી હાજર સૌ ખેડૂતો ના મોઢા મીઠા કરાવેલ હતા. જશાભાઈ બારડની સાથે માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દિલીપભાઇ બારડ તેમજ ખેડૂત આગેવાનો ઉકાભાઈ સોલંકી, ઉમેદભાઈ, માનસિંહભાઈ જાદવ, વિરાભાઈ ઝાલા, સામતભાઈ ખેર, એભાભાઈ મેર, સરમનભાઈ વંશ, કાદુભાઈ જાદવ, કાદુભાઈ બારડ, કાનજીભાઇ પરમાર, વિજયભાઈ ઝાલા, દિનેશભાઇ બારડ, વનરાજભાઈ વાળા, પ્રતાપભાઈ જાદવ, નારણભાઇ જાદવ, વરજાંગભાઈ વંશ તેમજ યાર્ડના સેક્રેટરી શૈલેશભાઈ બારડ, વાળાભાઈ અને સમગ્ર સ્ટાફ હાજર રહેલ હતા.