સુત્રાપાડા: ઇકોઝોનના નકશામાં 4 જગ્યાએ ઇકોઝોનની હદરેખા અને જંગલની હદરેખા નજીક આવી જાય છે. અને બાકી બીજી અમુક જગ્યાએ નક્શામાં અંદર ખાચા પડે છે ત્યારે આપ નેતા પ્રવીણ રામે ક્યાં નિયમાનુસાર આ રીતે ઇકોઝોનની હદરેખા નક્કી કરવામાં આવી એમને લઈને ભાજપ સરકાર આક્ષેપો કરી તેઓએ તેમની પાસે થી જવાબો પણ માંગ્ય હતા.
તેમના આગામી પ્રોગ્રમો :-
1) આપ નેતા પ્રવિણ રામે ઇકૉઝોનની વિસંગતાની વિરુદ્ધમાં 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી 15 દિવસ સુધી આ તમામ 196 ગામોમાં ઈકોઝોન નાબૂદી અભિયાન ચલાવવાની કરી જાહેરાત, આ અભિયાન અંતર્ગત તમામ લોકો ગ્રામપંચાયતના વધાજનક ઠરાવો લેશે તેમજ વ્યક્તિગત વાંધા અરજીઓ પોસ્ટ દ્વારા અને મેઈલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલશે.
2) નવરાત્રિના ત્યોહારમાં આ ગામડાઓમાં થતી નવરાત્રિમાં ઇકૉઝોન નાબૂદીના બેનરો અને ટોપીઓ સાથે લોકો ગરબા રમશે તેમજ ઈકોઝોનની વિસંગતા દૂર થાય એ માટે માતાજીને આરાધના પણ કરશે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રામસિંહ મોરી