સાડા ત્રણ વર્ષે પહેલા ધર્મેન્દ્ર રોડ પર છરીના ઘા ઝીંકી પિતા-બે પુત્ર અને ભાણેજ સામે ગુનો નોંધાયો’તો
શહેરના ધર્મેન્દ્ર રોડ પર હા સાડા ત્રણ વર્ષ પહેલા ખૂન કા બદલા ખૂન ના ગુનામાં જેલ હવાલે રહેલા રિઝવાન દલન ની સુપ્રીમ કોર્ટે જામીન અરજી રદ કરતો હુક ઝામ કર્યો છે. વધુ વિગત મુજબ શહેર ભીસ્તી વાડના નામચીન નિઝામ ની હત્યાનો બદલો લેવા ધર્મેન્દ્ર રોડ પર નાસ્તો કરવા ગયેલા મોસીન જુણેજાની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં આબિદ હુસેનભાઇ એ ડિવિઝન પોલીસ મથકમાં રિઝવાન ઈસ્માઈલ દલ, રિયાઝ ઈસ્માઈલ દલ, ઈસ્માઈલ ઉર્ફે બટુક અને શાહરૂખ જુનેજા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ ગામના મુખ્ય આરોપી રિઝવાન ઈસ્માઈલ જલે ઝારાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી રદ થતાં જે હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી મંજુર થતા જે હુકમ થી નારાજ થાય ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે પિટિશન ચાલી જતાં જેમાં આરોપી રિઝવાન દર વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે તેમજ થોડા સમય પહેલાં ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. તે આરોપીનો મુખ્ય રોલ છે તેવા સંજોગોમાં આવા ગંભીર ગુનામાં જામીન આપી શકાય નહીં કાયદાકીય રજૂઆત અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન અરજી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશએ નામંજુર કરતો હુકમ કર્યો છે .
આ કામમાં મૂળ ફરિયાદી આબિદ ભાઈ તરફે સુપ્રીમ કોર્ટમાં સિનિયર કાઉન્સિલર પૂર્વી મલકાણ ,આ કેસમાં સ્પેશિયલ પી.પી. અનિલ ભાઈ દેસાઈ અને મૂળ ફરિયાદી વતી યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા રોકાયા હતા.