આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ અગ્નીપથ, સામાજીક સમરસ્તાના હિમાયતી શ્રી કૃષ્ણ, કૃષ્ણભકિત સાથે રાષ્ટ્રભકિત ઉપર સુત્રો મોકલવા અનુરોધ
રાજકોટમાં છેલ્લા 3-દાયકાથી અલગ-અલગ થીમ અને પ્રેરક સૂત્રો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિશ્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવને સંલગ્ન એક સૂત્ર આપવામાં આવે છે તે સૂત્ર અને થીમને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થાય છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના જોમ અને જુસ્સો પ્રેરતા સૂત્રો આપવામાં આવે છે. જેમા દેશનું સાર્વ ભૌમત્વ, હિન્દુત્વ, સ્વચ્છતા, રાષ્ટ્રીય એક્તા અને અખંડીતતા, રામ જન્મ ભૂમિ, રામ મંદિર અને જે તે સમયના કરન્ટ ટોપીક ઉપર આધારીત સૂત્રોને લઈને દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષના સૂત્રો વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા આપવામાં આવે છે. જેને એક તજજ્ઞોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એક નવતર પ્રયાસના ભાગ રૂપે વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા સૂત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહયું છે.
આ સ્પર્ધામાં ભાઈઓ-બહેનો-બાળકો-વિદ્યાર્થીઓ-વેપારીઓ-નોકરીયાત એમ સમાજના તમામ ઉંમર અને વર્ગના લોકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ગુજરાતી અને હિન્દી ભાષામાં સૂત્ર આપવાનું રહેશે. બહુ ટુકુ નહિ અને બહુ વધુ પડતુ લાંબુ નહિ એ પ્રકારના સૂત્ર આવકાર્ય છે એટલે કે ઓછા શબ્દોમાં વધુ અર્થ સાથે મેસેજ આપે એવા સૂત્રો ઈચ્છનીય છે.
તેમજ આ સમગ્ર આયોજનમાં દર વર્ષે કોઈને કોઈ વિષય ઉપર સૂત્ર નકકી થતુ હોય છે જેમાં આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ, અગ્નીપથ, સામાજીક સમરસતાના હિમાયતી શ્રીકૃષ્ણ તથા કૃષ્ણ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ વિષય પર આધારીત સૂત્ર બનાવવાના રહેશે. દરેક સ્પર્ધકોને વિશેષમાં જણાવવાનું કે ઉપરોક્ત વિષયને લઈને સૂત્રો મોકલશો તો સમાજને નવી દિશા મળશે તેમજ આ વિષયને આનુસાંગીક કોઈ કૃષ્ણ ભગવાનની ફોટો હોય તો તે પણ સાથે મોકલવા.
સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે સુદર સૂત્ર બનાવી સાથે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર લખી લેખિતમાં વિશ્વ હિન્દુ પિરષદ કાર્યાલય, 8-મીલપરા, કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે અથવા વિશ્વ હિન્દુ પિરષદ ના મધ્ય જિલ્લા મંત્રી રાહુલભાઈ જાની મો. નં. 85113 11008 તથા પૂર્વ જિલ્લા મંત્રી સુશીલભાઈ પાંભર મો. નં. 98792 16747 તથા મધ્ય જિલ્લા સહમંત્રી હર્ષિતભાઈ ભાડજા મો. નં. 82640 80337 ઉપર વોટસએપ દ્વારા તા. 24/07/2022 ને રવિવાર સુધીમાં મોકલી આપવાના રહેશે. તો વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા તમામ લોકોને આહવાન કરવામાં આવે છે. મુખ્ય વિજેતા સ્પર્ધક ઉપરાંત અન્ય પસંદગી પામેલા રનર્સઅપ સ્પર્ધકો તમામને પુરસ્કૃત કરીને એમનું અદકેરૂ બહુમાન કરવામાં આવશે. આ નવતર પ્રયોગ એવી સૂત્ર સ્પર્ધાને રાજકોટના નગરજનો ખૂબ ઉમળકાથી આવકારશે અને બહોળી સંખ્યામાં ભાગ લઈ મૌલીક રીતે અવનવા, આકર્ષક, અર્થસભર, મેસેજ આપતા સૂત્રો મહોત્સવ સમિતિને મોકલાવશે એવી આશા સાથે ફરીથી રાજકોટની ધર્મપ્રેમી જનતા અને તમામ નગરજનોને વિશ્વ હિન્દુ પિરષદ આયોજીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સ્પર્ધામાં જોડાવવા વિશ્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી સમિતિના મહામંત્રી નિતેશભાઈ કથીરીયા દ્વારા અપીલ કરવામાં આવે છે.