ખગોળીય ઘટના કહી કે પછી કે કોઇ ચમત્કાર કહી શકાય. આકાશમાંથી કોઇ વસ્તુ જમીન પર પડી આવે તો અનેક શંકા જાગે છે . ત્યારે ખેડા જિલ્લામાં આવું જ એક અદ્ભુત કુતૂહલ સર્જાયું છે. આકાશમાંથી એક ગોળો જમીન પર પડી આવતા આખુ ગામમાં અનેક સવાલ ઊભા થયા છે કે આ તો વળી શું હશે. અવકાશમાંથી એક ગોળ ગત રાત્રિના રોજ ગામમાં પડતા અનેક સવાલો થયા હતા કે આ અવકાશી ગોળો શું હશે. આકાશમાંથી કેમ આવા ગોળી પડી રહ્યા છે ? ક્યાંક એલિયનની તો કોઇ વાત નથી ને ?
ખેડાના ચકલાસી નજીક ભુમેલ ગામની આ ઘટના છે. અહીં પોલ્ટ્રી ફાર્મમાં અવકાશી ગોળો પડતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. ઘટનાને પગલે સરપંચે પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અવકાશમાંથી આવેલા ગોળાને જપ્ત કરીને FSLમાં મોકલવામાં આવ્યો છે. સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કારણ કે જ્યાં ગોળો પડ્યો હતો ત્યાં ખેતર હતું.અને ત્યાં કોઈ હજાર હતુ નહી.
દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા પડ્યા હતા. જેથી લોકો ભયભીત થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. Fsl દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
fslના અધિકારીઓ દ્વારા હાલ આ ગોળાની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ગોળા સેટેલાઇટમાંથી છુટ્ટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ વેલ્ડીંગ કરાયેલું છે.. વજનમાં ભલે હલકાં પરંતુ છે મજબૂત, કારણ કે આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓમાં કોઇ નુકસાન થયુ નથી. જેથી તે કોઇ વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે.