રાજકોટ તાલુકાના સોખડા ગામે સરપંચ સાથે વાત કરવા જેવી નજીવી બાબતે મહિલા પર સરપંચની પત્ની બે સંતાન સહિત ચાર શખ્સોએ મારમાર્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સોખડાના સરપંચની પત્ની, બે સંતાન સહિત ચાર સામે નોંધાતો ગુનો
વધુ વિગત મુજબ સોખડા ગામે રહેતી પરિણીતાએ વિજુબેન વિજયભાઈ રાઠોડ, તેના પુત્ર અને પુત્રી તેમજ તેના સંબંધી સહિત ચારેય શખ્સોએ ધોકા અને બેટ વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.પરિણીતાના સરપંચ વિજયભાઈ સાથે મોબાઈલમાં વાતચીત કરે છે. તેવી શંકા રાખી સરપંચ વિજયભાઈના પત્ની વિજુબેન તેના બે સંતાન અને સંબંધી સાથે મળી ઘરે આવી ધોકા અને બેટ વડે હૂમલો કર્યાનું જણાવ્યું હતુ પતિ શૈલેષને ફોન કરી બનાવની જાણ કરતા થોડીવારમાં પોલીસ આવી હતી. અને પરિણીતાને 108 મારફતે સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.કુવાડવા પોલીસ મથકના સ્ટાફે માતા બે સંતાન સહિત ચારેય સામે ગુનોનોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.