ઠંડુ પીવાનું કહી ઘરેથી નિકળેલી
રાપરના આડેસરના યુવક અપહરણ કરી ગયા બાદ સજોડે દવા પીધી હોવાની પરિવારએ શંકા દર્શાવી’
યુવક સારવારમાં, મોતનું કારણ જાણવા ફોરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બની હતી, તેણીની લાશ મોરબીના રફાળેશ્વર નજીક મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગેથી શોધખોળ દરમિયાન મળી આવતા મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી છે. આ બનાવની જાણ સગીરાના પરિવાર જન્નો ને થતા મોરબી દોડી ગયા હતા અને પોતાની પુત્રીને પ્રેમ જાળમાં ફસાવી અપરણ કરી જઇ અને ઝેર પીવડાવ્યાનો આક્ષેપ કરતાં પોલીસે બનાવનું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેને રાજકોટ ખસેડી તપાસનો ધમધમાટ આદર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના સંકટ ટેકરી વિસ્તારની 16 વર્ષની સગીરા ગત તા.8ના રોજ ઘરે દાદી પાસેથી દશ રૂપિયા લઇ સોડા પીવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા બની હતી, સગીરા કલાકો સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં પોલીસમાં ગુમ થયાની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પરિવારના દૂરના સગાને મોરબીના રફાળેશ્વર નજીક મેલડી માતાજીના મંદિર પાસે સગીરાની લાશ પડી હોવાની જાણ થતા પરિવારજનોને દોડી ગયો હતો અને પોતાની જ પુત્રી હોવાનું ઓળખી બતાવતા બનાવ અંગે મોરબી પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સગીરાના મૃતદેહનેપીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું.
સગીરાના ભાઈના કહેવા મુજબ જે પરિચિતે અમને જાણ કરી તેમના કહેવા મુજબ તેને કચ્છ ના આડેસર ગામનો ભરત નામનો શખ્સ અપરણ કરી ગયો હતો અને બંનેએ સજોડે દવા પીધી હોવાનું સંબંધીએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે ભરતના પરિવારને પૂછતાં ભરત અને સગીરા બંને સજોડે દવા પીધી હોવાનું અને ઝેરી અસર થતા આડેસરથી માટેલ પલાસ ગામે માતાજીએ લઈ આવતા હતા ત્યારે સુરજબારી ફૂલ નજીક પહોંચતા સગીરા મરણ જતા તેની લાશની મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા તેના સંબંધી ધનજીભાઈ ખેતાભાઇ વાઘેલાના ઝૂપડે લઇ ગયા હતા.ભરતને પલાસા ગામે માતાજી પાસે લઈ ગયા હતા ત્યાંથી આડેસર હોસ્પિટલમાં દાખલ હોવાનું કહ્યું છે. આ બાબતની મરણ જનારના પરિવારજનો થતા તેઓ દોડી આવ્યા હતા. તેઓ આ ઘટના અંગે પૂછતા ભરતના પરિવારજનોની વાત ગળે ન ઉતરતા આથી પરિવારજનોએ મોતનું કારણ જાણવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાશને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે.
આડેસર હોસ્પિટલમાં દાખલ હોવાનું કહ્યું છે. આથી મૃતક સગીરાના પરિવારજનોએ કેટલીક શંકાઓ વ્યક્ત કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.