સમગ્ર પંથકમાં ચોખાનું વાવેતર થતુ નથી છતાં ક્ધટેનર મોઢે ચોખા ગાંધીગ્રામ તરફ જાય છે
સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજના ગોડાઉન ની આસપાસ સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે પણ આ ગોડાઉન ઉપરથી જ્યારે રેશનિંગ ની દુકાન ધરાવનાર વિક્રતાઓ ને ત્યાં વહાનો દ્વારા અનાજ જાય છે ત્યારે તે પૈકીના ઘણા વહાનો વિક્રતાઓ ની દુકાન ને બદલે કાળા બજારીયા એજન્ટો ની જગ્યાઓ માં પોહચે છે.? તો આ બાબતે પણ સરકારએ વધુ તપાસ કરવી જોઈએ જેથી ગરીબ પ્રજાજનોને અપાતુ અનાજ વેચનાર ગઠીયાઓ નો પરદાફાશ થાય અને પાસા ના પિંજરે પુરાય તેવી લોક માંગણી ઉઠી છે
તેમજ 2023 ના નવા વર્ષમાં આ કાળા બજારીયાઓ કોડીનાર તાલુકા તેમજ ગીર-સોમનાથ જીલ્લામાં બીલાડી ના ટોપ ની જેમ ફુટી નીકળ્યા છે.? ચોખાનું વાવેતર સૌરાષ્ટ્ર માં નથી અને કોડીનાર માંથી ક્ધટેનરો(ટ્રક) આ કાળા બજારીયા એજન્ટો દ્વારા ભરાયને ગાંધીધામ તરફ જાય છે અને આ ચોખા સરકાર તરફથી અપાતા ગરીબોના બારોબાર વેંહચી નાખવામાં આવે છે)
તેમજ હજી પણ ઘણા એવા આ ગરીબોના અનાજનો બારોબાર વેહચનાર ગઠીયાઓ કોડીનાર તાલુકા તેમજ ગીરસોમનાથ જીલ્લાના ઘણા એરીયાઓ માં આ ગરીબોના સરકારી અનાજ ના જથ્થાઓ સંતાણી ને રાખે છે અને ત્યાથી છકડોરીક્ષા,આઈસર ટેમ્પો દ્વારા આ સરકારી અનાજનો સપલાય કરી ગેર-કાયદેસર રીતે ટોરસ(ટ્રક) અને કંન્ટેનર માં બારોબાર ભરી ગાંધીધામ બાજુ નક્કી કરેલા એજન્ટો દ્વારા વેહચી મારે છે અને આ ગરીબોનો લોહી ચુસતા આ ગઠીયાઓ લાખો રૂપીયાની કમાણી કરે છે જેથી જ્યારે પણ પુરવઠાતંત્ર અને પોલીસતંત્ર આ વહાનો જ્યારે પકડાય ત્યારે તેની ઉડાણ પુરવક પુછપરછ કરે કે આ અનાજનો જથ્થે ક્યાથી આવ્યો.? અને કોને દેવાનો છે.? એ દીશાની પુછપરછ તરફ જાયતો બાકી બચીગયેલા આ સરકારી અનાજ નો બારોબાર વેહચાણ કરનાર મુખ્ય સુત્રધારો પરફાશ થાય તેમ છે તેવુ લોકોમાં ચર્ચાય રહ્યુ છે.