જેતપૂર યુવાન પર છરી વડે હુમલો કરી લૂંટ

જેતપૂરના રેલવે સ્ટેશન નજીક નવાગઢ પાસે આરામ કરતા શ્રમિક યુવકને ધમકી આપી 100ની લૂંટ ચલાવી મારમારતા યુવાન બચવા ભાગતા બે ટુ વ્હીલર્સ મારફતે પાંચ શખ્સોએ ફિલ્મીઢબે પીછો કરી બળજબરીથી અપહરણનો પ્રયાસ કરી છરી વડે હુમલો કર્યાના ગુનામાં પોલીસે શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી છે.

વધુ વિગત મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામનો વતની અને હાલ જેતપરના નવાગઢ ગામે રહેતો વિનોદભાઈ ગોવાભાઈ મકવાણા નામના શ્રમિક યુવાનને પાંચ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી રૂ.100ની લૂંટ ચલાવ્યાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં વિનોદભાઈ મકવાણા નામનો શ્રમિક આરામ કરતો હતો ત્યારે અજાણ્યો શખ્સે ફડાકો મારી 100ની લૂંટ ચલાવી મોટર સાયકલમાં બે અજાણ્યા શખ્સો આવી તુ ચોરી કરે છે. તેમ કહી મારમારતા વિનોદભાઈ બચવા માટે ભાગતા બે ટુ વ્હીલર્સ મારફતે પાંચ શખ્સોએ મારમારી બળજબરીથી સ્કુટરમાં બેસાડવાનો પ્રયાસ કરીછરી વડે હુમલો કર્યાનું ખૂલ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.