કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં 20 દુકાનોમાં ચેકિંગ: પાનની ચાર દુકાનોને ફુડ લાયસન્સ મેળવવા તાકીદ
શિયાળાની સિઝનમાં શહેરમાં શેરી ગલીએ શુધ્ધ ઘીના અડદિયાના નામે વેંચાતા અડદિયામાં ભેળસેળ થતી હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ત્રણ સ્થળેથી અડદિયાના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ ચાર પાનની દુકાનદારોને ફૂડલાયસન્સ મેળવીલેવા તાકીદ કરવામાં આવી હતી.
આજે ભોજલરામ સોસાયટીમાં સંત કબીર રોડ પર ત્રિવેણી ગેટ સામે ચામુડા ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘીના અડદિયા, કોઠારિયામાં ગોંડલ રોડ હાઈવે પર કોઠારિયા સોલવન્ટ રેલવે ફાટક પાસે તિરૂપતી ડેરી ફાર્મ અને સંતકબીર રોડ પર જલગંગા ચોકમાં ભોલેનાથ કોમ્પલેકસમાં ગ્રાઉન્ડ ફલોર પર શોપ નં. 2માં શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘીના અડદિયાના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 20 ધંધાર્થિઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવી હતી.
શ્રી નાથજી સેલ્સ એન્ડ જનરલ સ્ટોર , કૌશર પાન , જલારામ એજન્સી અને ઝલક પાન ને લાઇસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી જયારે
તિરુપતિ બેકરી એન્ડ કેક શોપ, શ્રી રાધેકૃષ્ણ ડેરી ફાર્મ ,જય ભગીરથ કોલ્ડ્રિંકસ ,જલીયાણ પ્રોવિઝન સ્ટોર્સ ,મિલન પાન એન્ડ કોલ્ડ્રિંકસ ,ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ જલીયાણ પ્રોવિઝન સ્ટોર્સ , સંતોષ પાન કોલ્ડ્રિંકસ , ભરત પાન ,શક્તિ પાન કોલ્ડ્રિંકસ ,ડીલક્સ પાન ,મોગલ પાન ,ખોડિયાર પાન કોલ્ડ્રિંકસ ,ક્રિષ્ના પાન કોલ્ડ્રિંકસ ,આશાપુરા પાન ,મહાદેવ પાન માં ચેકીંગ કરાયું હતુ.