સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ પેન્ટાગોન જે આગામી 4 તારીખે રિલીઝ થવાનું હતું એ આગામી રિલીઝ અઠવાડિયા બાદ એટલે કે તારીખ 11 ના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રીલીઝ થશે.
આ રિલીઝની તારીખ ફેરવવું એટલા માટે જરૂરી છે કારણકે જો ઘરનું એક સભ્ય પણ બીમાર હોય તો આખો પરિવાર ઉદાસ હોય છે, પણ હમણાં તો સેંકડો પરિવારજનો દુર્ભાગ્યવશ આપણે ગુમાવ્યા છે તો એમની આ વસમી વિદાયને યોગ્ય સન્માન આપવું જરૂરી છે.
આ ફિલ્મમાં એક્ટર તરીકે પ્રકાશ બેલવાડી, પી રવિ કુમાર શંકર પ્રમોદ શેટ્ટી છે. આ ફિલ્મમાં એક જ ગીત છે. જે મયુર ચૌહાણના સ્વરમાં છે. ગીત 100 વર્ષ જુનું છે પણ તેને નવી રીતે રજુ કરાયું છે. ફિલ્મની વાર્તા કંઇક એવી છે એક ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ આવે છે તેનું મર્ડર થાય છે પણ ખરેખર મર્ડર છે કે આત્મહત્યા? એવા ધણા સસ્પેન્સ છે.
ફીલ્મના દિગ્દર્શક રક્ષીત વસાવડા છે. સ્ક્રીપ્ટ તેમજ સ્ક્રીન પ્લે રાઇટર-હર્ષલ માંકડ હેયાન, રક્ષિત વસાવડા છે. કલાકારોમાં હર્ષલ માંકડ, હર્ષિત ઢેબર, ધીરેન્દ્ર વસાવડા, ચેતન ટાંક, મૌના શાહ, ખુશી વ્યાસ, અભિલાષ ધોડા, કુકુલ તારમાસ્ટર, માનીન ત્રીવેદી, ચેતસ ઓઝા, ડો.રાજેશ તેલી, તૃપ્તી ઓઝા, અરવિંદ રાવલ, મહેશ કોટેચા છે. ડીઓપી-મીલન જાજલ છે.