1950 થી 1965 સુધી આવી ઘણી ફિલ્મો આવી જે બહુ જ સફળ રહી હતી: રામ સે બ્રધર્સની હોરર ફિલ્મનો એક યુગ હતો: કહી દીપ જલે કહી દિલ, રૂમઝુમ ઢલતી રાત જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે
અનિતા, વહ કૌનથી, કોહરા, બિસ સાલ બાદ, ગુમનામ, યે રાત ફિર ન આયેગી, ટાવર હાઉસ જેવી સસ્પેન્સ ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી: ગોલ્ડન એરાના યુગમાં વિવિધ વિષયો આધારિત ફિલ્મો આયે આવી ફિલ્મોનો પણ યુગ હતો
મહલ ફિલ્મનું ‘આયેગા… આયેગા… આને વાલા આજે પણ યુવાવર્ગનું પ્રિય ગીત ગણાય છે: એ જમાનામાં આવી ફિલ્મોની જાહેરાતમાં અંત કોઇને કહેશો નહી’ એવું લખવામાં આવતું: આવી ફિલ્મોમાં મનોજ કુમાર અને વિશ્વજીત જેવા હીરો ફેવરીટ ગણાતા હતા: આવા ફિલ્મોના ગીતો ખુબ જ સુપરહીટ ગણાતા હતા
ભારત દેશ 1947માં આઝાદ થયો ત્યારે સામાજીક વિચારધારાને અપનાવેલ તે સમયમાં સામાજીક ફિલ્મો બનતી હતી. આવા સમયે સસ્પેન્સ, થ્રીલર અને હોરર ફિલ્મો પણ સફળ રહી હતી.
બોલીવુડનો છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ સાથે મુંગી ફિલ્મો બાદ બોલતી ફિલ્મો આવી. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનો યુગ સુવર્ણ હતો. સ્ટોરી, ગીતો, સંગીતની તાકાતથી ફિલ્મો સફળ થતી. એક ફિલ્મમાં સાત-આઠ ગીતો હતા. લોકોને ગીત ગમતાને પૈસા પણ ઉડાડતા હતા. પ્રારંભે ઐતિહાસિક, રોમેન્ટિક, પ્રણય ત્રિકોણ, ધાર્મિક, સસ્પેન્સ, થ્રીલર, હોરર, કોમેડીયન અને પારિવારીક જેવી ફિલ્મોએ જમાનામાં આવતી. છેલ્લી પાંચ-દસ મિનિટ ફાઇટીંગ હિરો-વિલનની અચુક આવેએ નક્કી જ હતું. હિરોઇનને વિલન ઉપાડી જાયને કાર પાછળ સાયકલ, સ્કુટર, ઘોડો કે દોડીને હિરો પાછળ જઇને છોડાવેને ફિલ્મ પૂરી થાય. લોકો ફિલ્મ જોવાને દુનિયાની સૌથી વધુ ખુશી માનતા હતા. ટોકિઝમાં ફિલ્મના પોસ્ટર જોઇને પણ મિત્રો સાથે કલાકો સુધી વાતો કરતા એ દિવસો હતા.
1949માં આવેલી પુનર્જન્મ આધારીત ફિલ્મ ‘મહલ’એ જમાનામાં ખૂબ જ સફળ રહી હતી. ‘આયેગા….આયેગા….આને વાલા’ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મ બાદ સસ્પેન્સ ફિલ્મોનો દૌર શરૂ થયોને થ્રિલર સાથે હોરર ફિલ્મો પણ બનવા લાગી. અભિનેતા મનોજ કુમારની ફિલ્મો વધુ આવી જેમાં સાજન, ગુમનામ, અનીતા અને વહ કૌન થી ખૂબ જ સફળ રહી તેના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા. કોહરા અને બિસ સાલ બાદ ફિલ્મોએ સફળતાના શિખરો સર કર્યા હતા. ‘કહી દિપ જલે કહી દિલ’ જેવા હિટ ગીતો લોકો આજે પણ મોબાઇલમાં સાંભળે છે.
એ વખતના વિલન લાંબા ઓવર કોટ અને માથે કેપ અને હાથમાં ચીરૂટ કે પાઇપ વડે ધુમાડાના ગોટા કાઢે, કશુ જ ન બોલે ફક્ત ચહેરાના હાવભાવથી જ દર્શકોમાં ડર પેદા કરતાં જેમાં કે.એન.શીંગ સૌથી મોખરે આવે બાદમાં ઘણા વિલનો આવ્યા પણ તેના જેવી અમીટ છાપ એકપણ વિલન છોડી શક્યો નથી. વિલનની યાત્રામાં અન્સારી, બી.એમ.વ્યાક જીવન, પ્રાણ, શેખ મુખ્તાર, અનવર હુશેન, મદન પૂરી, અજીત, પ્રેમ ચોપડા, કમલ કપૂર, રૂપેશકુમાર, દેવકુમાર જેવા ઘણા વિલનો 1950 થી 70ના દશકામાં આવ્યાને સફળ ફિલ્મો આપી હતી. રામ સે બ્રધર્સની હોરર ફિલ્મોનો એક યુગ હતો. જેના નામો પૂરાની હવેલી, તયખાના, વિરાના, અંધેરી રાત જેવા હતા.
નૂર મહેલમાં કોમેડિયન જગદીપ મુખ્ય પાત્રમાં હતો. આ ફિલ્મનું ગીત “મેરે મહબુબ ન જા…. આજ કી રાત ન જા” ખૂબ જ સફળ નિવડ્યું હતું. આ વિષય આધારિત અપરાધી કોન (1957), ગુમનામ (1965), અનિતા (1967), સાજન (1969), વહ કૌનથી (1964), કાનૂન (1960), સી.આઇ.ડી. (1956), ઇત્તફાક (1969) અને હમરાઝ (1967) સફળ ફિલ્મો રહી હતી. રાજ ખોસલા, બી.આર.ચોપડા જેવા નિર્માતાઓએ ઘણી સસ્પેન્સ, થ્રીલર ફિલ્મો બનાવી હતી. સુનિલ દત્ત, મનોજકુમાર, વિશ્વજીત જેવા કલાકારોએ ખૂબ જ સુંદર અભિનય આવી ફિલ્મોમાં કર્યો હતો. આ બધી સફળ ફિલ્મોના ગીતો પણ એટલા જ સુંદર હતા. ટાંચા સાધનોમાં શ્ર્વેત-શ્યામ રંગમાં પણ દર્શકોને જકડી રાખવામાં ફિલ્મો સફળ રહી હતી.
આજના યુગમાં રામ ગોપાલ વર્માની ફિલ્મો પણ આવે છે. જેમાં ‘રાત’ ખૂબ જ સારી ફિલ્મ હતી. 1920 અને રાઝ નામની ફિલ્મો પણ 21મી સદીમાં સફળ રહી હતી. વર્ષો પહેલા દિલિપકુમારના ભાઇ નાસીર ખાન અને તનુજાની ફિલ્મ ‘સન્નાટા’ આવી હતી. આ દૌરની ઝાલ, બ્લેક કેટ, ઘર નં.44, કહી દીન કહી રાત, બુઢા મીલ ગયા, જવેલ થીફ, યે રાત ફિર ન આયેગી, ટાવર હાઉસ, રાત ઔર દિન, નુર મહલ ઘુંદ-ખેલ ખેલ મેં, પરદે કે પીછે, શિકારી, જંગલ મે મંગલ, પુનમ કી રાત, લાલ બંગલા અને તીસરી મંજીલ જેવી હિટ ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી.
અંગ્રેજી ફિલ્મ ‘હાઉસ ઓફ વેક્સ’ ઉપરથી નિર્માણ થયેલ હિન્દી ફિલ્મ “વહ કોઇ ઔર હોગા” જેમાં ફિરોઝ ખાને સુંદર અભિનય કર્યો હતો. એ જમાનામાં આવી ફિલ્મો સફળ થતી તો અમૂક બી-ગ્રેડની ફિલ્મો આવતી. થ્રીલર, સસ્પેન્સ ફિલ્મની જાહેરાતમાં ‘અંત કોઇને કહેશો નહી’ એવું લખતા હતા. મિત્રો પણ ફિલ્મની બધી સ્ટોરી કરે પણ અંતની વાત ન કરતા. એ જમાનામાં ફિલ્મની સ્ટોરી પણ સૌ મિત્રો ટોળું વળીને રસમયથી સાંભળતા હતા.
એ યુગમાં એટલે 1950 થી 75 સુધીમાં રહસ્યમય ફિલ્મો ઘણી સફળ રહી હતી. બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો આ સમયમાં જ આવી હતી. દર્શકો સાથે જોડાયેલી મજબૂત વાર્તા તેનું જમા પાસુ હતું. ઘણી ફિલ્મોમાં તે દર્શકો ખુરશી સાથે ચોટી જતા હલતા પણ નહી એટલી તન્મયતા ફિલ્મોની હતી. એ જમાનામાં સસ્પેન્સ ફિલ્મ જોવાનો ક્રેઝ હતો. 1960ના દશકામાં આવી ઘણી ફિલ્મો આવી હતી. આ સમયની ટોપ-10 ફિલ્મોમાં કાનૂન (1960), બીસ સાલ બાદ (1962), વહ કૌનથી (1964), કોહરા (1964), ગુમનામ (1965), મેરા સાયા (1966), તીસરી મંઝીલ (1966), હમરાઝ (1967), ઇત્તેફાક (1969), જેવી સફળ ફિલ્મોના નામ આવતા હતા. આ બધી જ ફિલ્મોના સુંદર ગીતો પણ હતા સાથે તમામ કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કરીને સુંદર સંગીત સાથે દર્શકોને જકડી રાખી હતી.
1940 થી 1970 સુધીના બોલીવુડના ત્રણ દાયકામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આવી હતી. ઐતિહાસિક વિષય આધારિત- પ્રણય ત્રિકોણ સાથેની રોમેન્ટિક ફિલ્મો પણ સફળ રહી હતી. ધાર્મિક વિષયની ફિલ્મો પણ લોકો જોવા જતા હતા. સસ્પેન્સ-થ્રીલર અને હોરર ફિલ્મોનો પર એક દૌર આ યુગ સાથે જોડાયો ઘણી સુપર ડુપર ફિલ્મો આપણને માણવા મળી હતી. બોલીવુડમાં લત્તાજી જે ફિલ્મના ગીતથી દેશભરમાં જાણીતા થયા તે ‘મહલ’ ફિલ્મનું ગીત “આયેગા આનેવાલા” એક સસ્પેન્સ, થ્રીલર ફિલ્મ હતી જે એ જમાનામાં પુનર્જન્મ આધારીત પ્રથમ ફિલ્મ હતી. તેથી ગીતો, ફિલ્મ, ગાયકો અને કલાકાર જાણિતા બની ગયા હતા. આ સફળતા બાદ નિર્માતાએ આ પ્રકારની ઘણી ફિલ્મો બનાવી જેમાં કોહરા, બીસ સાલ બાદ, યે રાત ફિર ન આયેગી, વહ કૌનથી, ટાવર હાઉસ જેવીનો સમાવેશ થાય છે. આ ફિલ્મની વિશેષતા તેના ગીતો હતો. ખાસ છાપામાં એ જમાનામાં ફિલ્મની જાહેરાતમાં લખતા કે અંત કોઇને કહેશો નહી. 1949 થી 1965 સુધી આ પ્રકારની ફિલ્મો આવી હતી. બાદમાં રામસે બ્રધર્સની હોરર ફિલ્મનો યુગ શરૂ થયો હતો.
એ જમાનામાં સામાજીક, પારિવારિક, રોમેન્ટિક સાથે સસ્પેન્સ, થ્રીલર કે હોરર ફિલ્મ પણ આવતી જે ઘણી સફળ રહી હતી. વિશ્વજીતે આ પ્રકારની 4 સફળ ફિલ્મો કરી હતી. મનોજકુમારે પણ બે કે ત્રણ સફળ ફિલ્મો કરી હતી. જેને આજે પણ લોકો યાદ કરે છે. આવી ફિલ્મોના વિલન આખા ફિલ્મમાં બહુ જ ઓછીવાર બતાવવામાં આવતા છતાં ડર લાગતો હતો. એ વખતે ત્રણ કલાકની લાંબી ફિલ્મ જોવાનો કંટાળો ન આવતો. બે ઇન્ટરવલ પણ અમુક ફિલ્મમાં પડતા હતા એટલી લાંબી ફિલ્મો હતી. ધાર્મિક ફિલ્મમાં અગરબત્તી કે નાળિયેર ફોડતા તો ગમતા-જાણિતા ગીતોમાં પૈસા પણ ઉડાડતા હતા.
1949માં મહલ ફિલ્મ આવી તે પહેલા શાદી કી રાત (1935), અનારબેલા (1940), ખુની (1945) અને ભેદી બંગલા જેવી ફિલ્મો આવી હતી, પણ તે સફળ રહી ન હતી. ગત 2022ના વર્ષમાં ભૂલ ભૂલૈયા-2, ફોન ભૂત, ભેડીયા, જુદા હો કે ભી, 1920 હોરર ઓફ ધ હાર્ટ જેવી ફિલ્મો આવી હતી.