ચાલુ વર્ષમાં ખેડુતોને વધુ પ્રિમિયમ આપવાનો નિર્ણય કરતી રૂપાણી સરકાર: રાજય સરકાર પોતાની ઈન્શ્યોરન્સ કંપની ઉભી કરતાની સાથે જ ખેડુતોને પડતી મુશ્કેલીનો આવશે અંત

ઈન્સ્યોરન્સ એટલે કે વિમો જેનો એક મુળભુત સિદ્ધાંત છે કે ‘મેક લોસ ગુડ’ એટલે કે નુકસાનીની સરભર કરવી પરંતુ જગતનાં તાત કે જે દર વર્ષે ઉંચું પ્રિમીયમ ભરે છે અને પાક વિમો લઈ છતાં પાકની નુકસાનીનાં કારણે ‘આનાવારી’ પ્રમાણે ગણતરીનાં નાટકો નીચે ખાનગી વિમા કંપનીઓ ખેડુતોને વિમાનું વળતર ચુકવવા માટે ઠાગાઠૈયા કરે છે જેનું સરકારે પણ સહન કરવું પડે છે. અનેકવિધ સમયે સરકાર વિવર્સ રહેતી હોય છે ત્યારે ૧૫ ટકા સુધીનાં પ્રિમીયમની સામે ખેડુતોનાં ૭/૧૨નો દાખલો તથા ખેડુત પોથી જોવામાં આવે છે તેમાં કઈ રીતે ખેડુતોનું હિત જળવાય તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થયો છે ત્યારે ગુજરાત રાજય સરકાર અને કહી શકાય કે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકાર દ્વારા પ્લાન કરવામાં આવી રહ્યો છે કે, સરકારની ખુદની દુકાન ઉભી થવી જોઈએ અને ખેડુતોને પાક વિમાથી થતા અન્યાયને લઈ સરકાર પણ હાલ હરકતમાં આવી છે.

દર વર્ષે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ગુજરાતનાં ખેડુતો આશરે ૩૧૦૦ કરોડ રૂપિયા પ્રાઈવેટ ઈન્સ્યોરન્સ કંપનીને ચુકવે છે પાક વિમા માટે પરંતુ હજારો ખેડુતોની ફરિયાદ આવતી હોય છે કે તેઓને ખુબ જ નિમ્ન પાક વિમાનો લાભ મળે છે. જયારે અનેક સમયે તેઓને પાક વિમાનો લાભ પણ મળતો નથી. જયારે તેમનો પાક નુકસાની પામે છે પરંતુ ખેડુતો હતાશ થતાની સાથે જ સીધો આક્ષેપ દર વખતે સરકાર ઉપર કરવામાં આવતો હોય છે ત્યારે આક્ષેપોથી બચવા ગુજરાત રાજય સરકાર દ્વારા પોતાની ઈન્સ્યોરન્સ કંપની ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ખેડુતોને સીધો જ પાક વિમાનો લાભ મળી રહે અને તેમને પડતી મુશ્કેલીમાં પણ તેઓ મુકત થઈ શકે. ૨૦૧૮માં રાજયનાં ખેડુતોએ ૩૬૫ કરોડનું પાકનું પ્રિમીયમભર્યું હતું જેમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ૧૩૩૩ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા ૩૦૩૧ કરોડ રૂપિયાની સામે પરંતુ તેની સરખામણીમાં માત્રને માત્ર ૨૦૫૦ કરોડ રૂપિયા જ પાક વિમા પેટે ખેડુતોને મળ્યા હતા ત્યારે આ વર્ષે સરકાર દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે કે, ખેડુતોને આ વર્ષે પ્રિમીયમ થોડું વધુ મળી શકે.

રાજયનાં ખેતીવાડી વિભાગનાં વરિષ્ઠ અધિકારી દ્વારા વિગત મળી હતી કે, દર વર્ષે પાક વિમાને લઈ અનેકવિધ તકલીફોનો સામનો સરકાર અને ખેડુતોએ કરવો પડતો હોય છે. કરોડો રૂપિયાનું પ્રિમીયમ પ્રાઈવેટ ઈન્સ્યોરન્સ કંપનીને મળવા છતાં પુરતો પાકવિમો ખેડુતોને મળતો નથી ત્યારે ગત બે વર્ષમાં ખેડુતો માટે જે પાક વિમાનો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે તે જોતાં અને તેને નિવારવા સરકારે ચિત્રમાં આવું પડયું છે અને નિર્ણય લેવાયો છે કે, સરકાર પોતાની જ ઈન્સ્યોરન્સ કંપની ખોલશે જેથી પાકવિમાનો સીધો લાભ ખેડુતોને મળી શકે અને પ્રાઈવેટ ઈન્સ્યોરન્સ કંપની તરફથી ખેડુતોને જે હાલાકીનો સામનો કરવો પડે છે તે પણ ન કરવો પડે.

સરકાર હાલ ક્રોપ ઈન્સ્યોરન્સ પણ લાગુ કરવાનો નિર્ણય કરી રહી છે જેનાં નેજા હેઠળ સરકાર પોતાની અધ્યક્ષતાવાળી ઈન્સ્યોરન્સ કંપનીનું પણ નિર્માણ કરશે. આ ઈન્સ્યોરન્સ કંપનીની સ્થાપના માટે સરકારનું કોઈ નીજી વકરો ન કરવાની પણ જાણ કરવામાં આવી છે. માત્રને માત્ર ખેડુતોને પડતી મુશ્કેલી અને હાલાકીમાંથી કેવી રીતે તેને બહાર લાવી શકાય તે હેતુસર તમામ પગલાઓ લેવામાં આવશે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ઈન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરાશે જેથી ખેડુતોને નબળાં વર્ષોમાં સરકાર પૂર્ણત: તેની સહાયતા કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.