બુધવારે સાંજે બંને વિદ્યાર્થીનીએ કરેલી ફરિયાદનો રિપોર્ટ બાદ તેરૈયાને તાકીદે ફરજમુકત કરાયા છે: હવે એફઆરઆઈ નોંધાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીના ત્રણ કિસ્સાઓમાં ત્રણેય પ્રોફેસરોને અગાઉ ફરજ મુકત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાાં જ રાજકોટની વીરબાઈ મલિા કોલેજની બેવિદ્યાર્થીનીએ કોલેજના એક પ્રોફેસર ડો.સંજય તેરૈયા સામે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી.જેની સામે કોલેજ લેવલે કમીટી જે બનાવી હતી અને તપાસ શરૂ કરી હતી એક રીપોર્ટ અઠવાડીયા પહેલા આવ્યાબાદ ગઈકાલે બીજો રીપોર્ટ પણ આવી ગયો હતો. હવે આ રીપોર્ટ પરથી કોલેજ દ્વારા જાતીય સતામણીની ફરિયાદમાં ડો.સંજય તેરૈયાને ફરજ મૂકત કરી દેવામાં આવ્યો છે. હવે ટુંક સમયમાં એફઆરઆઈ પણ દાખલ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતુ.
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનો સંપર્ક સાધતા તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, કાલાવડ રોડ પરની વીરબાઈમાં મહિલા સાયન્સ કોલેજના એસોસીએટ પ્રોફેસર એવા ઝુલોજીના ડો. સંજય તેરૈયા સામે સેક્ધડયર બી.એસ.સી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગત તા.16-9-22ના જાતીયા સતામણીની ફરિયાદ કરી હતી. જે બાદ તે કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીએ પણ ગત તા.12.10.22ના રોજ પ્રોફેસર સામે પ્રીન્સીપાલ સમક્ષ અરજી કરી હતી. અને બંને રીપોર્ટની તપાસ કોલેજ લેવલેથી પુૂરી થઈ ગઈ છે.અને કોલેજની જે કમીટી છે તેને રીપોર્ટ સોંપી દીધો છે. અને ડો. સંજય તેરૈયાને હાલ તાકીદ ધોરણે ફરજ મૂકત કરી દેવામાં આવ્યા છે.વધુમાં તેઓએ જણાવ્યુંં હતુ કે, જયારે પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે સંલગ્ન કોલેજમાં સૌ પ્રથમ લોકલ લેવલે તપાસ કમીટી સમગ્ર મામલાની તપાસ કરે છે. અને 45 દિવસના સમયગાળામાં તપાસ પૂર્ણ કરવાનો હોય છે. ત્યારબાદ યુનિવર્સિટી આ રીપોર્ટની ચકાસણી કરે છે. તેમજ યુનિવર્સિટી એકટ અને યુનિવર્સિટી ટીચર્સ ટ્રીબ્નીયુલ આધારે તપાસ કરવામાં આવે છે.
જેરીતે કોલેજ ટ્રસ્ટ દ્વારા હાલ ડો. સંજય તેરૈયાને ફરજ મૂકત કરવામાં આવ્યા છે. પ્રોફેસરની માન્યતા જે તે યુનિવર્સિટી આપતી હોય છે. એટલે હવે જો ડો.સંજય તેરૈયા સામે કાયદેસર એફ.આર.આઈ. કરાશષ તો યુનિવર્સિટી તાકીદે સંજય તેરૈયાની પ્રોફેસરની માન્યતા રદ કરશે.