આર.આર. સેલના દરોડામાં એકસાથે  ત્રણ કાર સહિત ૯૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હત


ધ્રાંગધ્રા તાલુકાના પથૃગઢ ગામે અગાઉ વિદેશી દારુના કટીંગસમયે રાજકોટ આર.આર.સેલના દરોડા પડ્યા હતા જેમા અનેક પોલીસકમીઁઓ સહિત જીલ્લાની એલસીબી બ્રાન્ચનુ વિસઁજન પણ થયુ હતુ આ અગાઉ પણ અનેક વખત આવા દારુના મોટા જથ્થા ઝડપી પડાયા છે પરંતુ આવુ પોલીસ પ્રત્યે કડક વલણ ક્યારેય વપરાયુ નથી ખરેખર પથૃગઢ દારુનો મોટો ગથ્થો પકડાવવા મામલે બે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આંતરીક મતભેદ હોવાનુ પણ જાણવા મળ્યુ હતુ જેમા તે સમયના એલ.સી.બી પીઆઇ એન.કે.વ્યાસ તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીના આંતરીક વિખવાદના લીધે તારગેટ સમગ્ર એલ.સી.બી સ્ટાફ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના બેથીત્રણ પોલીસ કમીઁઓને બનાવાયા હતા.ઉલ્લેખનીય છે કે પથૃગઢ ગામે આર.આર.સેલ દ્વારા દરોડામા એક ટ્રક સાથે ત્રણ કાર તથા ૯૦૦ પેટી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાતા ત્રણ મુખ્ય બુટલેગરો પર ફરીયાદ થઇ હતી.

આ દરોડાબાદ ધ્રાગધ્રા તાલુકાના પીએસઆઇ એ.એમ.વાઘ,બીટ જમાદાર જી.આર.ભાવસારનેતુરંત ફરજ પરથી સસ્પેન્ડ કરાયા હતા તથા બાદમા તપાસ દરમિયાન જીલ્લા એલ.સી.બીનુ વિસઁજન કરી એલ.સી.બી પીએસઆઇ ગોહીલ, કોન્સ્ટેબલ આબાદખાન મલેક, કિશોરભાઇ પારઘી તથા હનીફભાઇ ડ્રાઇવર સહિતનાઓને પણ સસ્પેન્ડ કરાયા હતા.ધ્રાગધ્રા તાલુકાના આ બંન્ને પોલીસ કમીઁઓને સસ્પેન્ડ કયાઁને છ માસ જેટલો સમય વિતી ગયો તથા એલ.સી.બીના પીએસઆઇ સહિતના પોલીસકમીઁઓને સસ્પેન્ડ કયાઁ આજે ચાર મહિના વિતી ગયા છતા પણ હજુ સુધી એક પણ પોલીબકમીઁઓને પરત લેવાનો ઓડઁર નિકળ્યો નથી પોલીસના સરકારી નિયમોને જોતા કોઇપણ પોલીસકમીઁ સસ્પેન્ડ થાય તેના ત્રણ માસ બાદ તુરંત તેઓને ફરજ પર હાજર થવા ઉચ્ચ અધિકારીઓએ ઓડઁર કરવો પડે પરંતુઆ ૬ પોલીસકમીઁઓ ને સસ્પેન્ડ થયાને આજે છ મહિના જેટલો સમય વિત્યા છતા પણ હજુ સુધી તેઓપોતાના ફરજથી મુક્ત છે.

આ તરફ જીલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમા પોલીસ સ્ટાફની ઘટ ઉદભવીછે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ તમામને સસ્પેન્ડ કયાઁ બાદ ફરીથી સરકારી નિયમો મુજબપોલીસ ફરજ પર પરત ફરવાનો ઓડઁર કરવાનુ જ ભુલી ગયા છે કે શુ ? ત્યારે છેલ્લા છ માસથી પોતાની બરજથી અળગા રહેલા પોલીસ સ્ટાફને નિયમો હોવા છતા પણ પરત પર નથી લેવાતા હવે આંતરીક રાગ-દ્વેશ રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જોઇ જાણીને પોતાના જ પોલીસકમીઁઓને આટલી મોટી સજા યોગ્યને પાત્ર કેટલા હદે ગણી શકાય? ત્યારે હવે જોવાનુ રહ્યુ કે આ છ પોલીસકમીઁઓને પોતાની ફરજ પર પરત ક્યારે લેવાય છે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.