રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ વિભાગમાં ફરજ બજાવતા મજુર શ્રી મહેન્દ્ર તુલસીભાઈ વાઘેલા વાહન ચોરીના ગુન્હામાં પકડાયા હોવાની તેમજ ફરજો પર છેલ્લા અઢી વર્ષથી નિયમિત રીતે ગેરહાજર હતાં. તેમની વિરુદ્ધ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયેલ હતો તેમજ શ્રી વાઘેલા વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશન પ્રદ્યુમન પોલીસ સ્ટેશન અને થોરાળા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીના ગુન્હા નોંધાયેલ હતા.
શ્રી વાઘેલા મહાનગરપાલિકાના/રાજ્ય સેવક તરીકે પોતાની ફરજો અનિયમિતતાથી બજાવતા હોવાનું તેમજ મજકુર દ્વારા મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું વાહન ચોરીનું કૃત્ય આચરેલ છે. શ્રી વાઘેલા હાલ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ વાહન ચોરીના ફોજદારી ગુન્હાના તહોમત હેઠળ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે, કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાની પહોચે તેવા કૃત્ય કરવા બદલ શ્રી મહેન્દ્ર વાઘેલાને ધી. જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૫૬(૨) હેઠળ અટકાયત થયાની તારીખ: ૦૬-૦૬-૨૦૧૮ની ફરજ મોફૂક(સસ્પેન્ડ) કરવાનો હુકમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવેલ છે.