સેમસંગ ઈન્ડિયા, એપલ ઈન્ડિયા, વિવો મોબાઈલ સહિતની

ઈ-વેસ્ટ ઉત્પાદનમાં વૈશ્ર્વિકસ્તરે ભારત પાંચમા સ્તરે : ઈ-વેસ્ટને કારણે હૃદય રોગ, લીવર જેવી બિમારીઓની સાથે પર્યાવરણને પણ નુકશાન

ઈલેકટ્રોનીક ઉત્પાદનોથી વધતા જતા ઈ-વેસ્ટને લીધે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્યને નુકશાન ન પહોંચે માટે ઈ-વેસ્ટ મેનેજમેન્ટના નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમનો ભંગ કરવા બદલ સરકારે ૧૦ ટેકનોલોજી કંપનીઓના આયાતી લાયસન્સ સ્થગિત કર્યા છે. પર્યાવરણ તેમજ વન વિભાગ અંતર્ગત સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.૧લી ઓકટોમ્બર ૨૦૧૭થી ભારતમાં ઈપીઆર એટલે કે એકસટેન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સીબીલીટી, સંલગ્ન ઈ-વેસ્ટ મેનેજમેન્ટ નિયમની અમલવારી કરવામાં આવી હતી. જેથી દેશમાં થતાં ઈ-વેસ્ટને રિસાયકલ કરી શકાય. ઈ-વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ઈલેકટ્રોનીક વસ્તુઓના ઉત્પાદન બાદ વધારાની વસ્તુઓનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય. ઈ-વેસ્ટ ઉત્પાદનમાં વૈશ્ર્વિક સ્તરે ભારત પાંચમાં સ્તરે છે.

ઘણી વખત આપણે જૂના ઈલેકટ્રોનિકસ ખરાબ થઈ ચૂકેલ બેટરી જેવી વસ્તુઓ ફેંકી દેતા હોય છીએ જે કોઈપણ રીતે જમીન, હવામાનમાં ભળતા તે વાતાવરણમાં પ્રદૂષણ અને સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. ઈ-વેસ્ટને કારણે હૃદય, લીવર, ફેફસાને બર્બાદ કરી શકે છે. આ ઉપરાંત અસ્થમાં અને ફેંફસાના કેન્સર માટે પણ જવાબદાર સાબીત થઈ શકે છે. આ બાબતની ગંભીરતાને લઈ ભારતમાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટના નિયમો બનાવવામાં આવ્યો હતો. આ નિયમોનો ભંગ કરતી ૧૦ ટેકનોલોજી કંપની મોટોરોલા મોબીલીટી, એપલ ઈન્ડિયા, કેનન ઈન્ડિયા, એલટેક એપ્લાયન્સી, ઈટીએ જનરલ, એચપી ઈન્ડિયા, સેમસંગ ઈન્ડિયા ઈલેકટ્રોનીકસ, વીવો મોબાઈલ, બીઈ ઓફિસ ઓટોમેશન અને તારા ક્ધસલ્ટન્ટના આયાતી લાયસન્સ સ્થગીત કરવામાં ચોથી એપ્રીલે જ નોટિસ મોકલવામાં આવી હતી.

નિષ્ણાંતોનું કહેવું છે કે, આયાતી લાયસન્સ રદ્દ થવાથી ટેકનો કંપનીઓના પ્રિમાસીક ઉત્પાદન અને વેંચાણ ઉપર તેની માઠી અસર પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.