નરીન ડઢાણીયા વિરુઘ્ધ ઈન્ડિયન મેડીકલ એસો. તથા જિલ્લા ડોકટર એસો. દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી પગલાંની માંગ કરી હતી

ઉપલેટા તાલુકામાં આરોગ્ય વિભાગમાં બ્લોક હેલ્થ ઓફિસરને તાલુકાનાં સુપરવાઈઝર દ્વારા માનસીક ત્રાસ આપી જીંદગી બગાડી નાખવાની ધમકી આપનાર નરીન દઢાણીયાને આખરે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બદલી સાથે સસ્પેન્ડનો ઓર્ડર પકડાવી દેતા પેધી ગયેલા કર્મચારીમાં સોંપો પડી ગયો હતો.

ઉપલેટા તાલુકામાં આરોગ્ય વિભાગમાં મુખ્ય સુપર વાઈઝરની ફરજ બજાવતો નરીન ડઢાણીયા દ્વારા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલને સમજાવી લ્યો બાકી હું તેની જિંદગી બરબાદ કરી નાખીશ સહિતના વીડિયો મીડિયા પાસે પહોંચી જતાં નરીન ડઢાણીયા વિરુધ્ધ ભારે તડાપીટ બોલી ગઈ હતી. ખુદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલ નરીન ડઢાણીયાના ત્રાસથી કંટાળી રાજીનામુ ધરી દેતા તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડતા આખરે ગતરાત્રષ રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ ડો.હેપી પટેલની ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈ સાથે સાથે તપાસનીય અધિકારી સીંઘની તપાસને ધ્યાનમાં રાખી નરીન ડઢાણીયા તેઓની ફરજમાં નિષ્ક્રીયતા ઉદાસીનતા તથા બેદરકારી દાખવેલ અને નિષ્ઠાના અભાવ વાળી કાર્યવાહી કરેલ છે તેમજ ઉપરી અધિકારીની સુચનાની અવગણના કરેલ હોય સાથે સાથે સરકારી કર્મચારીને છાજે નહીં તેવું કૃત્ય કરતા તેઓની સામે ખાતાકીય કાર્યવાહી તપાસ હાથ ધરવાનો નિર્ણય કરેલ હોય આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી નરીન ડઢાણીયાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુ. છાસીયા તા.વિંછીયા ખાતે બદલી સાથે સસ્પેન્ડ કરતાં હુકમ કરતા પેધી ગયેલા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કર્મચારી વર્ગ-૩ના પ્રમુખ નરીન ડઢાણીયા પોતે જિલ્લા સંઘનો પ્રમુખ હોવાથી ગમે તેવા અધિકારીને દબાવી પોતાનું ધાર્યું કામ કઢાવી નાના કર્મચારી વિરુધ્ધ ખોટી ફરિયાદો ઉભી કરી તેને ધાક-ધમકી આપતો બદલી ના બહાને અનેક કર્મચારીઓને પોતાના દાબમાં રાખી પોતાની જોહુકમી ચલાવતો. આશરે ડો.હેપી પટેલને ધાક ધમકી આપી દબાવાનો પ્રયાસ તેને ભારે પડ્યો અને ૨૩ વર્ષ બાદ નોકરીમાંથી હાથ ધોવા પડ્યો. ઉપરાંત અનેક કર્મચારીઓને ધમકી મારનાર ખુદ નરીન ડઢાણીયા પોતાના નોકરી ન બચાવી શક્યો સાથેની રમુજ કર્મચારીઈ વર્ગમાં ફેલાઈ હતી.

આરોગ્ય વિભાગના મહિલા કર્મચારીઓએ  ૨૦ વર્ષ સુધી ત્રાસ સહન કર્યો

આરોગ્ય વિભાગમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓ તેમજ અન્ય કર્મચારીઓ નરીન ડઢાણીયા સામે એક પણ શબ્દ બોલી ન શકતા બોલે તો બેફામ ગાળો આપી બદલી કરાવી નાખવાની ધમકી આપતો તેની વિરુધ્ધમાં ખોટી અરજીઓ ઉભી કરી હેરાન પરેશાન કરતો પટ્ટાવાળાઓને પોતાની વાડી તથા ઓફિસે ગાડીઓ સાફ કરાવતો સહિત લોકોએ આવો ત્રાસ ૨૦ વર્ષ સહન કર્યો.

મામાના વતનમાં ઋણ ચુકવવા આવ્યા અને જંગે ચડ્યા ડો.હેપી પટેલ

dr.hapi patel

મુળ ઉજા અને મહેસાણા વતની ડો.હેપી નવીચંદ્ર પટેલને અભ્યાસ દરમિયાન મામા તરફથી ખુબજ મદદ મળેલી હોય આથી અભ્યાસ બાદ મામાનું મુળ વતન કોલકી ગામે લોકોની સેવા કરી મામાનું ઋણ અદા કરવા તેઓએ દ્રઢ નિર્ણય કરેલ. અભ્યાસ પૂર્ણ થતાં તેઓએ મામાના વતન કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ પોસ્ટીંગ મેળવી ફરજ પર હાજર થયા. નોકરી દરમિયાન સમયના ચુસ્ત આગ્રહી અને હમેશ કામને પ્રાયોરીટી આપવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેમને બ્લોક હેલ્થ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપેલ. કોરોના જેવી મહામારીમાં પણ સતત ૧૮ કલાક સુધી કામ કરી ચાલુકાભરમાં ભારે પ્રશંસાને પાત્ર બન્યા હતા. તાલુકા સુપરવાઈઝર નરીન ડઢાણીયાનો કર્મચારીમાં ભારે ત્રાસ હોય તેને શાનમાં સમજી જવા જણાવેલ પણ નરીન ડઢાણીયા નારીની હિંમતને પારખવામાં થાપ ખાઈ ગયેલ અને જંગે ચડતા આખરે સત્યનો વિજય થતાં નરીન ડઢાણીયાને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી નિરાંતનો શ્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.