અબતક,રાજકોટ
રાજકોટની ખાનગી હોસ્પિટલની નર્સીંગ યુવતી બાથરૂમમાં ન્હાવા બાદ બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેનું મોત નિપજયુંં હતુ. બનાવ શંકાસ્પદ લાગતા ગાંધીગ્રામ પોલીસે રૂમની તપાસ કરતા તેના રૂમમાંથી લાલ કલરનું ઈન્જેકશન મળી આવતા યુવતીના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાતે જ ઈન્જેકશન લઈ આપઘાત કર્યાની શંકા ત્રણ માસથી જ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીના મોબાઈલ કોલ ડીટેઈલના આધારે તપાસ કરાશે
બનાવની મળતી વિગતો મુજબ મુળ ગીર સોમનાથનાં પ્રાંચી ગામની અને હાલ ત્રણ મહિનાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રહી નર્સ તરીકે નોકરી કરતી અલ્પાબેન ભુપતભાઈ જનકાંત ઉ.26એ પોતાના રૂમમાંથી બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી પરંતુ ટુંકી સારવારમાં તેનું મોત નિપજયું હતચ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુકે મૃતકે અગાઉ નોકરી કર્યા બાદ નોકરી મૂકી દીધી હતી અને બાદ નવી ટર્મમાં ત્રણ માસથી જોડાઈ હતી. અને માધાપર ચોકડી નજીક હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતી હતી સવારના તેણી નાહવા માટે ગઈ બાદ લાંબા સમય સુધી બહાર ન આવતા તેના રૂમ પાર્ટનરે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો તેણીએ ખોલયો નહતો જેથી દરવાજો તોડી અંદર જોતા અલ્પા બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેનું મોત નિપજયું હતુ. પોલીસને શંકાસ્પદ મોત જણાતા તેના રૂમની તપાસ કરવામાં આવી હતી.
જયાં બે લાલ કલરનાં ઈન્જેકશન મલી આવ્યા હતા. જેથી ઈન્જેકશનથી યુવતીએ આપઘાત કર્યાની શંકામાં તેણીનું ફોરેન્સીક પી.એમ. કરાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને પોલીસે યુવતીના મોબાઈલ કોલ ડીટેઈલ આધારે વધુ તપાસ હાથ ધરી છે.