સીરિયામાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે મિલિટરી સાઇટ્સ પર મિસાઇલ અટેક થયો હતો. આ હુમલો એટલો પ્રચંડ હતો કે, અહીં 2.60ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 26 પ્રો-ગવર્મેન્ટ ફાઇટર્સના મોત થયા છે. અહીંના લોકલ રિપોર્ટ્સ અનુસાર, આ મિસાઇલ આર્મી આઉટપોસ્ટને ટાર્ગેટ કરીને છોડવામાં આવી હતી. સ્ટેટ ટેલિવિઝનના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે 10.30 વાગ્યે હામા અને અલેપ્પો શહેરમાં મિસાઇલ બ્લાસ્ટ્સ થયા હતા.

ઇઝરાયેલ દ્વારા હુમલો થયાની આશંકા

– અહીંના આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયા પર વધુ એક વખત મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવામાં આવી છે. રવિવારે હામા અને અલેપ્પો શહેરમાં રોકેટ્સ મિસાઇલ્સ જોવા મળી હતી.
– યુકે બેઝ્ડ સીરિયન ઓબ્ઝર્વેટરી હ્યુમન રાઇટ્સે આ મિસાઇલ સ્ટ્રાઇક ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.