ગાલીથી તાલી સુધીની સફરની કહાની એટલે સુસ્મિતાની આવનારી ફિલ્મ તાલી જેનું ટીઝર આજે રીલીઝ થયું. જેમાં સુસ્મિતા ટ્રાન્સજેન્ડરના કીર્દરમાં છે. આ ફિલ્મ ગૌરી સાવંતના જીવનને વરાવે છે જે એક ટ્રાન્સજેન્ડર એકટીવીસ્ટ છે. જીવનમાં આવતા ચડાવ ઉતર અને સામાજિક પરીસ્થીઓનો અનુભવ આ ફિલ્મ દ્વારા લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને તેની સામે લડવાની હિંમત બંને સુસ્મિતાના અવાજમાં જ અનુભવી શકાય છે.
ટીઝર જોવા અહી ક્લિક કરો
સુસ્મિતાના લૂકની વાત કરીએ તો તેના કપાળનો લાલ ચાંદલો જ તેના કીરદારના આત્મ્વીશ્વાનું પ્રતિક છે. એક ટ્રાન્સજેન્ડર તરીકે તેનો લૂક ન્યાય આપે તેવો છે.
જ્યારે ટીઝર જોઈએ છીએ ત્યારે તેના અવાજનો કોન્ફિડેન્સ અને લૂક બંને ફિલ્મ જોવા માટે ઉત્સુકતા જગાવે એવું છે.