અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં અપહરણ કરાયેલા 7 ભારતીય એન્જિનિયરોની મુક્તિ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહૂદ્દીન રબ્બાની સાથે ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ સુષ્મા સ્વરાજને આ અંગે જાણકારી આપી છે અને કહ્યું છે કે, ભારતીય એન્જિનિયરોને મુક્ત કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બગલાનના ગવર્નર અબ્દુલહઇ નેમાતીએ જણાવ્યું કે, તાલિબાનના કર્મચારીઓનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેઓને પુલ-એ-ખોમરે શહેરના દાંડ શાહબુદ્દીન વિસ્તારમાં લઇ ગયા છે.
નેમાતી તરફથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, અફઘાન અધિકારીઓ સ્થાનિક લોકો મારફતે તાલિબાન સાથે વાત કરી. આતંકી સંગઠને કહ્યું કે, તેઓએ ભારતીયોને સરકારી કર્મચારી સમજીને તેઓનું અપહરણ કર્યુ છે.નેમાતીએ કહ્યું કે, તેઓ અપહરણ કરાયેલા લોકોને કબાઇલી સરદારો અને મધ્યસ્થીઓની મદદથી મુક્ત કરાવવાની કોશિશ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં આરપીજી ગ્રુપની એક કંપનીમાં કામ કરતાં સાત ભારતીય એન્જિનિયર્સનું રવિવારે કથિત રીતે તાલિબાનના બંધૂકધારીઓએ અપહરણ કર્યુ હતું. અફઘાન મીડિયા અનુસાર, આ લોકોને સંભવતઃ સરકારી કર્મચારી સમજીને ઉઠાવી લેવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,