આગામી 14 ઓક્ટોબરે અમદાવાદ ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મહિલા ટાઉન હોલ કાર્યક્રમ થકી મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમના સવાલોના જવાબ આપશે. આ માટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં 4 રીતે મહિલાઓ સુષ્મા સ્વરાજને ચાર રીતે સવાલ પૂછી શકે છે. મોબાઈલ પરથી જેના પર મિસ્ક કોલ કે વોટ્સએપ કરી શકાય છે, જેના માટે એક નંબર જારી કરવામાં આવ્યો હતો.. ફેસબુક અને ટ્વિટર પર હેસટેગ.

વિધાનસભાની ચૂંટણીમાં હવે મહિલા મતદારોને આકર્ષવા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પોતે મેદાનમાં આવ્યાં છે. હવે ગુજરાતમાં મહિલાઓને આકર્ષવા માટે 14મીએ સુષ્મા સ્વરાજ નો મહિલા ટાઉન હોલ યોજાશે. જેમાં 1 લાખથી વધારે મહિલાઓ સુષ્મા સ્વરાજને સવાલ કરશે અને કેન્દ્રીય મંત્રી તેના જવાબ આપશે. જેને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ  ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મહિલા ટાઉન હોલની સમગ્ર રૂપરેખા  મીડિયાને સમક્ષ રજૂ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.