આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો વધતો જતો દબદબો અને અમેરિકા સાથેના ધનિષ્ઠ સંબંધો હવે દેશના દુશ્મનોને ભારે પડી રહ્યાં છે. ભારત અમેરિકાના સંબંધોની જેમ બ્રિટન સાથેના સારા વ્યવહારોનો લોકતાંત્રીક સદ્ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું હિત વધુ સુદ્રઢ બનાવવા માટે ભારતની રાજનીતિ હવે કાંઠુ કાઢી રહી છે. ભારત-બ્રિટનના સુધરતા જતા સંબંધોના પગલે ભારતે પોતાના દુશ્મન નં-૧ પાકિસ્તાનને ભારત વિરોધી ગતિવિધિઓ માટે બ્રિટનની ભૂમિનો દૂરઉપયોગ ન થાય તેવી હિમાયત કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી એસ.એમ.કુરેશી પોતાના ખાનગી કામે લંડનની મુલાકાતે ગયા છે ત્યારે ભારત સરકાર સચેત બની ગઈ છે અને કુરેશીની આ બિનસત્તાવાર મુલાકાતને પાકિસ્તાન બ્રિટનના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે આકસ્મીક મુલાકાતમાં ફેરવી ભારત વિરોધી મનસુબાનો પોતાનો પુલસીધ ન કરી લે તે માટે ભારત ગંભીર બન્યું છે.
ખાસ કરીને બ્રિટીસ સાંસદમાં યોજાયેલી કાશ્મીર સ્પર્ધામાં જોડાયેલ બ્રિટીસ સાંસદ સાથે કુરેશીની મુલાકાત કોઈ કાળે સત્તાવાર રૂપ ન લે તે માટે ભારતે બ્રિટનને ચેતવી દીધો છે. નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી પી.એમ. કે જેલ બોનર્વી શ્રીનગરની મુલાકાતે આવનાર છે ત્યારે તેમને કાશ્મીરના વેપારી, ઉદ્યોગપતિઓ, યુવા વિકાસ મોરચાના આગેવાનો અને સર્વદલીય હુરીયત કોન્ફરન્સના નેતાઓ સાથે મુલાકાત યોજવાના હતા.
પરંતુ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથેની વાતચીતમાં તેમણે આવી મુલાકાતની કોઈ તૈયારી ન હોવાનું જણાવ્યું હતું. લંડન સંસદ સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનના રહેમાન રીસ્તીએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો ત્યારે પાકિસ્તાનની કોઈ પણ મુરાદ બ્રિટનની મુલાકાત ભારતની ગતિવિધિઓ માટે વિઘ્ન ન બને તે માટે બ્રિટન સરકારને સમજાવવામાં સફળ બન્યું છે.