- અમેરિકા, જાપાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય સંવાદ થશે
- પાક.ના વિદેશ પ્રધાનની પણ થઈ શકે છે મુલાકાત
આજથી શરૂ થનારી UN મહાસભાની બેઠકમાં ભાગ લેવા વિદેશપ્રધાન સુષમા સ્વરાજ ન્યૂયોર્ક પહોંચ્યા છે. આ વાર્ષિક બેઠકમાં અમેરિકા, જાપાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય વાતચીત શરૂ થશે.
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ભૂતાનના વડાપ્રધાન તહશિંગ તોબગે સાથે પણ વાર્તાલાપ કરશે. આ બેઠકની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજીત સમ્મેલનથી થશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં શું શું સુધારા લાવી શકાય વગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે.
ભારત યુએન મહાસચિવ દ્વારા સુચવાયેલા સુધારાઓની તરફેણ કરતા 120 દેશોમાં સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાક. વિદેશપ્રધાન ખ્વાજા આસિફ અને સુષમા સ્વરાજ પણ આ બેઠકમાં આમને સામેને આવી શકશે. સુષમા સ્વરાજ 23 સપ્ટેમ્બરના રોજ યુએન મહાસભામાં ભાષણ આપશે. પાક.ના વિદેશપ્રધાન સાથે મુલાકાત ગોઠવાઈ નથી પણ જો તે પણ રીજનલ મીટીગમાં ભાગ લેશે તો સુષમા સ્વરાજ તેમની મુલાકાત લઈ શકે છે એવુ સુષમાં સ્વરજે એક મુલાકાતમાં જણાવ્યુ હતુ.