પૂ. અજીતાબાઈ મ.ની નિશ્રામાં સિલ્વર હાઈટસ મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી

ગોંડલ સંપ્રદાય ના પૂ. પ્રાણ પિરવારના ગુજરાતરત્ન પૂ.  સુશાંતમુનિ મ઼સા., સદગુરૂદેવ પૂ.  પારસમુનિ મ઼સા. એવમ તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી ઠાણા-20 એ સિલ્વર હાઈટસમાં પધરામણી કરેલ હતી. પૂ. સાધુ-સાધ્વીજીઓ વૈયાવચ્ચરત્ન શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના તબિયતના સમાચાર પુછવા માટે પધારેલ હતા તેમજ સિલ્વર હાઈટસના પિરવાર ના સભ્યોને દર્શનનો લાભ મળેલ હતો. આ અવસરે સિલ્વર હાઈટસમાં પૂ. સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં સુંદર વ્યાખ્યાન, પગલા, ભક્તિમય કાર્યક્રમ તથા સિલ્વર મહિલા મંડળની સ્થાપના કરવામાં આવેલ હતી. આ સમારોહમાં સી.એમ઼શેઠએ પૂ. ગુરુવર્યોની વંદના સાથે ઓળખાણ કરાવી પ્રવચન આપેલ તેમજ   મુકેશભાઈ શેઠએ સૌ નું હાર્દિક સ્વાગત કરી પ્રાસંગિક પ્રવચન આપેલ હતુ.

ગુજરાતરત્ન પૂ.  સુશાંતુમનિ મ઼સા.એ ચોવિસા મંત્રના જાપ દર અઠવાડીયે કરવા પ્રેરણા આપેલ હતી તેમજ માંગલિક ફરમાવેલ હતુ. સદગુરુદેવ પૂ. પારસમુનિ મ઼સા.એ ચંદ્રકાંતભાઈ શેઠની વૈયાવચ્ચ અને સેવા ચારેય ફિરકાઓની કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર અવિરત વૈયાવચ્ચ પૂ. વિજયાબા તથા પૂ. પિતાના આશિર્વાદ અને શાસનદેવની કૃપાથી જ થઈ શકે. સાધ્વીરત્ના પૂ. અજીતાબાઈ મહાસતીજીના પ્રાસંગિક પ્રવચનો સિલ્વર હાઈટસ ના સભ્યોને લાભ મળ્યો અને પ્રેરણા મળેલ હતી તેમજ આ પ્રેરણા બિરદાવીને 11 બહેનોની સિલ્વર મહિલા મંડળની સ્થાપના કરવામાં આવેલ હતી. આ અવસરે સિલ્વર હાઈટમાં પૂ. સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચનો  મુકેશભાઈ શેઠ અલભ્ય લાભ લેતા ડોલરભાઈ કોઠારી, હેમલભાઈ મહેતા, કનુભાઈ બાવીસી, પ્રફુલભાઈ જસાણી, સુધીરભાઈ બાટવીયા, જીતુભાઈ શાહ, બિપીનભાઈ પારેખ, શૈલેષભાઈ માઉં, જગદીપભાઈ દોશી,  વિ.એ શાલ ઓઢાળી બહુમાન કરવામાં આવેલ હતુ તેમજ સંપ્રદાયવતિ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠએ અનુમોદના કરેલ હતી. સિલ્વર હાઈટના જૈન પિરવારોએ સાથે મળીને જે રીતે જાપ અને વ્યાખ્યાનનો લાભ લીધો એ અનુમોદનીય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.