સન્માન સમારંભ સહિતના આયોજનો: સંતો-મહંતો આશિર્વચન પાઠવશે: ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે
સૂર્યવંદના કાઠી ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧ને બુધવારે કોઠારીયા મેઈન રોડ, બ્રહ્માણી હોલની આગળ, શુભ રેસ્ટોરન્ટ સામે, તિ‚પતિ સોસાયટીના ગેટ પાસે પ્રમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
બુધવારે સવારે ૮:૩૦ કલાકે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. ૧૦:૦૦ કલાકે સંતો-મહંતો અને દાતાશ્રીઓનું સન્માન શે. ૧૧:૦૦ કલાકે સંતો-મહંતોના આશિર્વચનનો લાભ મળશે. ત્યારબાદ ૧૧:૩૦ કલાકે આમંત્રીત વકતાઓ દ્વારા ઉદ્બોધન કરવામાં આવશે. સભા સંચાલન રામભાઈ બારોટ કરશે. સમૂહ લગ્નમાં ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. દિકરીઓને કરીયાવરમાં ૧૨૧ વસ્તુઓ અપાશે.
આયોજનને સફળ બનાવવા પ્રમુખ માણસુરભાઈ એભલભાઈ વાળા, ઉપપ્રમુખ ભરતભાઈ ગોલણભાઈ માંજરીયા, મંત્રી હિતેશભાઈ રણજીતભાઈ કોટીલા, સહમંત્રી રાજુભાઈ સુખાભાઈ વાળા, ખજાનચી રવિરાજભાઈ ધી‚ભાઈ ધાધલ, મુળુભાઈ જીલુભાઈ બસીયા, નરેશભાઈ લખુભાઈ કોટીલા, સુખાભાઈ ‚ખડભાઈ વાળા, વિશાલભાઈ પ્રકાશભાઈ ડાવેરા, મહેન્દ્રભાઈ દાદભાઈ વાળા, જબ્બરભાઈ હમીરભાઈ જળુ, કિશોરભાઈ અમ‚ભાઈ વાળા, કનુભાઈ વીકુભાઈ કરપડા, નરેશભાઈ લખુભાઈ કોટીલા, સુખાભાઈ ‚ખડભાઈ વાળા, રાજુભાઈ ટપુભાઈ વાળા, ગૌતમભાઈ અમકુભાઈ ગીડા સહિતના જહેમત ઉઠાવી રહયાં છે. તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.