હાલમાં જ T20 વિશ્વ કપમાં ભારતની શરમજનક હાર થઈ હતી ત્યારબાદ BCCI તેમજ સિલેક્શન કમિટીમાં ધરખમ ફેરફાર થયા હતા પરંતુ સાથે સાથે પ્લેયર્સને પણ ખબર પડી ગઈ છે, કે જો પરફોર્મન્સ નહીં આપીએ તો ટીમમાંથી ગમે ત્યારે હકાલ પટ્ટી થઈ જશે.
ન્યૂઝીલેન્ડ સામેની બીજી T-20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T-20 સિરીઝની બીજી મેચ માઉન્ટ મૌગાનુઈના ઓવલ મેદાન પર રમાઈ હતી આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં છે સિરીઝની પહેલી મેચ તો વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી અને રમી શકાય જ ન હતી જેથી બધાની નજર બીજી મેચ પર હતી ત્યારે બીજી મેચમાં સૂર્યકુમાર યાદવએ જોરદાર બેટિંગ કરી બતાવી છે
સૂર્ય કુમાર યાદવ એ ફક્ત 17 બોલમાં 50 અને 49 બોલમાં સદી નોંધાવી
T-20 વિશ્વ કપમાં ભારતની તો હાર થઈ પરંતુ સૂર્યકુમાર યાદવ એ શાનદાર ફોર્મ બતાવ્યું હતું જે હજુ પણ ચાલુ છે અને ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં ફક્ત 51 બોલમાં 111 બોલની ધમાકેદાર ઇનિંગ રમી છે
આ ઇનિંગમાં તેણે 11 ચોક્કા અને 7 છક્કા માર્યા છે અને ફક્ત 49 બોલમાં સદી નોંધાવી છે જ્યારે ફક્ત 17 બોલમાં જ 50 પૂરી કરી હતી આ સૂર્યકુમાર યાદવની કરિયરની બીજી ટી 20 સદી છે
ભારતે પ્રથમ બેટિંગ કરી ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં પહેલા ભારતે બેટિંગ પસંદ કરી હતી અને તેમાં સૂર્ય કુમાર યાદવ સૂર્યની જેમ ચમક્યો હતો અને ન્યૂઝીલેન્ડ ની સામે 111 રન બનાવ્યા હતા જેથી ભારતની જોરદાર જીત થઈ છે ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા. જેમાં ભારત તરફથી ઈશાન કિશન 36 રન તથા હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયરે 13-13 રન બનાવ્યા હતા ભારતનો સ્કોર 200 રનની પણ પાર જઈ શકયો હોત પરંતુ ન્યૂઝીલેન્ડના ટીમ સાઉથીએ સૌથી છેલ્લી ઓવરમાં હેટ્રિક વિકેટ લઈને ભારતની બેટિંગને રોકી દીધી