આજ રોજ શનિવારને મહાશિવરાત્રી છે. આવતીકાલે રવિવારે દર્શ અમાવાસ્યા છે અને સૂર્ય મહારાજ શતતારા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. શતતારા નક્ષત્ર રાહુનું નક્ષત્ર છે અને સૂર્ય રાજા છે માટે રાજા પણ શતતારા નક્ષત્રમાં આવી ભ્રમિત થાય છે કેમ કે અહીં રાહુ તેમને ખોટા વિચારો આપી ખોટા નિર્ણયો કરાવે છે માટે સૂર્ય જયારે શતતારા નક્ષત્રમાં આવે ત્યારે સરકાર કેટલાક નિર્ણયો બાબતમાં અસમંજસમાં રહે.
વિશ્વમાં અનેક જગ્યાએ સત્તા પર રહેલા લોકો ક્યાંક ને ક્યાંક વિચારમાં સમય લેતા જોવા મળે. સૂર્યના શતતારા નક્ષત્રમાં આવવાથી ગરમીનું પ્રમાણ વધતું જોવા મળશે વળી કોઈ કોઈ જગ્યા એ સરકાર કાયદાકીય આટીઘુંટીમાં ફસાતી જોવા મળશે. જે મિત્રોનો જન્મ શતતારા નક્ષત્રમાં થયો હોય તેઓ મહત્વાકાંક્ષી હોય છે અને પોતાના ધ્યેય તરફ દ્રઢતાથી ચાલતા હોય છે.
આ નક્ષત્રમાં શનિના ગુણધર્મ આવતા હોય પોતાના કાર્ય માટે સખત મહેનત પણ કરતા હોય છે અને વ્યવહારુ થઇ ને કામ કરતા હોય છે જો કે વધુ લાગણીમાં ના આવી ક્યારેક રુક્ષ થઈને પણ પોતાના કામમાં વધુ ધ્યાન દેતા હોય છે અને બોલવા કરતા વધુ તેમના કામથી સાબિતી આપતા હોય છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨