મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારે વરસાદી અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તેમના રોકાણના બીજા દિવસે આજે રાધનુપર તાલુકાના અસરગ્રસત ગામોની જાત મુલાકાત લઇ પરિસ્થિતીનો જાયજો મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ ત્યારબાદ રાહત કાર્યોની સમીક્ષા બેઠકમાં અધિકારીઓને આહવાન કર્યું કે, પૂરના પ્રકોપ સામે આપણે પુરુર્ષાી પુન:સપન કરીને જીતવું છે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ અસરગ્રસ્ત તાલુકાઓમાં રાહત અને પુન:સપન કાર્યોનું માર્ગદર્શન પાંચ દિવસ વિસ્તારોમાં રોકાઇને કરવાના છે અને તેઓ પોતે પણ તેમનો જન્મદિવસ તા. ૨જી ઓગષ્ટ આપત્તિગ્રસ્તો વચ્ચે તેમના રાહતકાર્યોમાં જોડાઇને જ વિતાવવાના છે.
મુખ્ય મંત્રીએ પાટણ જિલ્લાના ૨ અસરગ્રસ્ત તાલુકા રાધનપુર અને સાંતલપુરમાં વરસાદી પરિસ્થિતી બાદ પુન:સપન અને રાહત કાર્યોની સમીક્ષા કરતા કહ્યું કે, ૩૯ હજાર જેટલા વ્યક્તિઓનું સ્ળાંતર કરવામાં આવ્યું અને ૧૧૪૦૦ને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં યેલ રાહત કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે, અસરગ્રસ્તોને ૪.૪૪ લાખ ફુડ પેકેટ, ૬.૫૦ લાખ પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ઘઉં, મીઠુ સહિતની ૧૦ હજાર રેશનકીટનું વિતરણ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેમણે જિલ્લાના માર્ગોની સ્િિતની સમીક્ષા કરતાં જણાવ્યું કે, પાટણ જિલ્લામાં વરસાદના કારણે ૮૭ માર્ગો બંધ યા હતા જેમાંી ૫૮ માર્ગો પુન: શરૂ ઇ ગયા છે. આ માટે માર્ગ અને મકાન વિભાગે ૬૩ જે.સી.બી., ૧૫૩ જેટલા ટ્રક, ડમ્પર, ટ્રેક્ટર તા ૨૦૦ જેટલા કામદારોને કામે લગાડીને આ માર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં ઓવરટોપીંગને કારણે ૨૫ માર્ગો વાહન વ્યવહાર યોગ્ય કરવાના બાકી છે જે તુરત જ પૂર્વવત કરાશે. તે જ રીતે ૨૧૪ ગામમાં ખોરવાયેલ વીજપુરવઠામાંી ૨૦૭ ગામોમાં પૂર્વવત કરવામાં આવ્યો છે. ભારે વરસાદી અસર પામેલ એસ.ટી.ની ૯૨૨ ટ્રીપો કેન્સલ ઇ હતી.
પાટણ અને રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વરસાદને કારણે જે ગંદકી ઇ છે અને પાણી ભરાયા છે તેના ત્વરિત નિકાલ માટે પાટણમાં ૧૯ ટ્રેકટર અને ૩ જે.સી.બી. દ્વારા ૭૦૦ મટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. ૬૫૦૦ કિલોગ્રામ દવાઓનો છંટકાવ કર્યો છે. રાધનપુરમાં ૨ જે.સી.બી. અને ૬ ટ્રેક્ટર કામે લગાડીને ૩૧૦ મેટ્રીક ટન કચરાનો નિકાલ કર્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાટણના અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૨૩ મેડીકલ ટીમો દ્વારા ૧૫૩ મેડીકલ કેમ્પ કરી ૧૪૦૦૦ દર્દીઓને સારવાર આપી છે. ૧૧.૨૩ લાખ જેટલા લોકોનું આરોગ્ય સર્વલન્સ કરી આરોગ્યની ટીમો લોકો સુધી પહોંચી છે. પાણી ભરાવવાને લઇ મેલેરીયા જેવા રોગો માટે પ્રતિરોધક એકશન પ્લાન માટે સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. મુખ્યમંત્રીએ વરસાદી પશુ મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ યેી ૭૨ કલાકમાં જ સહાયની ચુકવણી માટે સ્પષ્ટ સુચના વહીવટી તંત્રને આપી હતી અને ચોકસાઇપૂર્વકનો સર્વે કરીને કોઇ સાચો અસરગ્રસ્ત સહાયી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવા પણ સૂચનાઓ આપી હતી.