આટકોટ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે
CM ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કેન્દ્રીય તથા રાજ્યસરકારના મંત્રીઓ પણ જયારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે રાજકોટ જીલ્લાની સમગ્ર ગ્રામ્ય જનતાને ઉમટી પડવા આહ્વાહન : ભુપતભાઈ બોદર
હોસ્પિટલ ના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા અદમ્ય ઉત્સાહથી ઉમટી પડશે ત્યારે રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી વિશાળ જનમેદની અલગ-અલગ બસ અને ફોર વ્હીલર દ્વારા આટકોટ ખાતે ઉપસ્થિત રહી માનનીય નરેન્દ્રભાઇ મોદીને ફૂલડે ફૂલડે વધાવશે. આ પ્રસંગે જયારે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ કેન્દ્રીય તથા રાજ્યસરકારના મંત્રી ઓ પણ જયારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે રાજકોટ જીલ્લાની સમગ્ર ગ્રામ્ય જનતાને મોટી સંખ્યામાં ઉમટી પડવા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર એ આહ્વાહન કર્યું છે.
ત્યારે વધુમાં ભૂપતભાઈ બોદર એ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સાહેબ ની પાંચ વર્ષની ભારે જહેમત બાદ દાતા ઓના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલમાં અદ્યતન ઓપરેશન થીયેટરો, મેડિકલ સાધનો, આઈ.સી.યુ, વિભાગ, પેથોલોજી, રેડિયોલોજી, અદ્યતન લેબોરેટરી, ડાયાબિટીસ, સર્જીકલ, જેવા અનેક વિભાગો સાથે ૨૦૦ થી વધુ બેડની સુવિધા અને ૫૦થી વધુ નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે આ હોસ્પિટલમાં ગુજરાત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત, મુખ્યમંત્રી અમૃતમ યોજના માં જોડાયેલા તમામ કાર્ડ સ્વીકારવામાં આવશે, આવનાર તમામ ગરીબ દર્દીઓને રાહત દરે અને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે ત્યારે આ હોસ્પિટલનું લોકાર્પણ વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રભક્તિને પોતાનો જીવન મંત્ર બનાવનાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માં હરખની હેલી વ્યાપી ગઈ છે કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાત કે સૌરાષ્ટ્રની મુલાકાતે આવે છે ત્યારે કોઈને કોઈ જન કલ્યાણકારી લોક સુવિધાની મોટી યોજનાની ભેટ આપતા જાય છે અને આવી યોજનાઓ થકી ગુજરાત સતત વિકાસના પંથે ગતિ કરતું રહે છે.
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે આવતીકાલે તારીખ ૨૮મીના રોજ ગુજરાતના પનોતા પુત્ર અને દેશ ના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ – આટકોટ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલિટી
ત્યારે અંતમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને કે.ડી.પરવાડીયા હોસ્પિટલના ટ્રસ્ટી ભૂપતભાઈ બોદર એ રાજકોટ જિલ્લાના તમામ ગ્રામજનોને આવતીકાલે ૨૮મીના રોજ આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા બહોળી સંખ્યામાં ઉમટી પડવા જાહેર અનુરોધ કર્યો હતો.