તત્કાલ વળતર ચૂકવાય તો ખેડૂતોને રાહત થાય

ધ્રોલ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલીક સર્વે કરવા અને વળતર ચૂકવવા ખેડૂતોની માંગ ઉઠી છે. તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને નુકસાન ચૂકવવાનો આગામી શિયાળુ વાવેતર સમયસર કરી શકાય તેમ ખેડૂતો કહે છે.

પંથકમાં ૩૯૩૦૦ હેકટરમાં વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ ૨૬૦૦૦ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે કપાસનું ૧૨ હજાર હેકટરમાં વાવેતર થયું છે. તાલુકામાં ભારે વરસાદથી મગફળી તથા કપાસના વાવેતરને નુકશાન થયું છે. મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના મોં એ આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે. ખેડૂતોને મોટું નુકશાન થયું હોય સરકાર તત્કાલ સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા કાર્યવાહી કરે તેવી લોક માંગણી પ્રબળ બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.