કોરોના મહામારી સામે યુદ્ધના ધોરણે કામગીરી કરતી મહાનગરપાલિકા

કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘર આંગણે સેવાઓ આપવામાં આવે છે. જેમાં ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૩૭૬૩૬ ઘર  કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૧૧ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી.

મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં દરરોજ સરેરાશ ૧૧૨ની ઓ.પી.ડી. સહીત ૫૫૭૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૧૩૪૩ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.  શહેરીજનો માટે શરૂ કરેલ ૧૦૪ સેવા અંતર્ગત ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૫૪ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૫૩ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ૧૦૮ સેવા માં ૫૧ ફોન આવેલ હતા અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૭.૦૬ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે મનપા દ્વારા કાર્યરત ૩૦ સંજીવની રથ દ્વારા તા. ૧૨ ના રોજ ૧૦૫૫ ઘર  કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.  તા. ૧૨ ના રોજ શહેરના બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ  સોની બજાર, રજત સોસાયટી  કોઠારીયા રોડ, કોઠારીયા કોલોની  લક્ષ્મીવાડી મેઈન રોડ, ગુરુકૃપા સોસાયટી  ગુરુ પ્રસાદ ચોક, કિરણ સોસાયટી  હરી ઘવા રોડ, શક્તિ નગર  કાલાવડ રોડ, સુભાષનગર  રૈયા રોડ અને નવલનગર  મવડી પ્લોટ વિસ્તારોને માઈક્રો ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.