આજે રાત્રે મવડી પ્લોટ સ્વામી નારાયણ ચોક ખાતે જલારામ ઝંડીનું વિતરણ
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ તા.૧૪ને બુધવારે સાંજે ૫ કલાકે ચૌધરી હાઈસ્કલના પટાંગણમાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. તે અંતર્ગત દેવપરા શાકમાર્કેટ પાસે પૂ. જલારામ બાપાની ઝંડી સાહિત્ય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં જલારામ જન્મોત્સવ સમિતિના સર્વે જલારામ ભકતો આ વિસ્તારની અગ્રણીઓ સર્વ મનુભાઈ જોબનપુત્રા પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય,, સંજયભાઈ (જલાભાઈ) વસંત, ડો. કૃષણાલભાઈ વસંત, કિશોરભાઈ પાભીંડા, કેતનભાઈ અરવિંદભાઈ દતા, જય વસંત, સહિત વિશાળ સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂ. જલારામબાપાની છબી પાસે આવિસ્તારના અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટટ કરાયું હતુ.
આજરોજ સામેવારે રાત્રે ૯ કલાકે મવડી પ્લોટ વિસ્તાર સ્વામીનારાયણ ચોક ખાતેથી તમામ જલારામ ભકતો તથા અગ્રણીઓ દ્વારા પૂ. જલારામ બાપાની ઝંડી વિતરણ કરાશે તથા જાહેર આમંત્રણ પાઠવવામાં આવશે. જેમાં સુરેશભાઈ કાથરાણી, મનીષભાઈ સોનપાલ, ભદ્રેશભાઈ રાયઠઠ્ઠા, વિનોદભાઈ પોપટ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી જલારામ ઝંડી વિતરણ કરશે.
પૂ. જલારામ બાપાની શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં દર્શનીય ફલોટસ સામેલ થશે તથા શોભાયાત્રાનું સમગ્ર ટ પર અદકે સ્વાગત કરવામાં આવશે. કમલેશભાઈ બુધ્ધદેવ, ગીરીરાજ કોલ્ડ્રીંકસ તરફથી ચૌધરી હાઈસ્કુલનાં પટાંગણમાં સર્વ જલારામ ભકતોને સરબત આપવામાં આવશે.