મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં કાલે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૫૨૬૦૨ ઘર  કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૭ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી. ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં રોજ સરેરાશ ૨૩૨ ની ઓ.પી.ડી. સહીત ૧૧૬૧૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫૯૩ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે. શહેરીજનો માટે શરૂ કરેલ ૧૦૪ સેવા અંતર્ગત તા. ૨૪ મી ના રોજ કુલ ૧૯૨ ફોન આવેલ છે અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૫૨ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ૧૦૮ સેવા માં ૪૪ ફોન આવેલ છે અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૮.૫૦ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવી છે. હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૨૩ સંજીવની રથ દ્વારા તા. ૨૪ ના રોજ ૬૮૮ ઘર  કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.